રાજુલામાં મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ : વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા

ઈસ્માઈલી ખોજા સમાજના આગેવાનો દ્વારા ભોળાનાથને ફુલહાર કરાયા

રાજુલા શહેરમાં શિવરાત્રિ શોભાયાત્રાએ સમગ્ર શહેરને ધાર્મિક અને ઉત્સવી માહોલમાં રંગી દીધું હતું. શોભાયાત્રામાં સાધુ-સંતો શ્રી નારાયણદાસજી સ્વામી અને હરીનંદનદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના અગ્રણીઓએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો.
શોભાયાત્રામાં રાજુલા ઇઅઙજ મંદિર તથા રાજુલા બ્રહ્માકુમારી સંસ્થાના સભ્યો જોડાયા હતા. નાનાં બાળકો દ્વારા રજૂ કરાયેલી શિવ-પાર્વતીની કૃતિ અને આકર્ષક ફ્લોટ્સ ભાવિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રાજુલા પોલીસ સ્ટેશન નજીક રાજુલા ઈસ્માઈલી ખોજા સમાજના આગેવાનો દ્વારા ભગવાન ભોળાનાથને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા
સમગ્ર શોભાયાત્રા દરમિયાન રાજુલાના પી.આઈ. કોલાદરા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજુલા પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે સંચાલિત કરવામાં આવી, જેના કારણે યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ.
શોભાયાત્રામાં રાજુલા ક્ધયા શાળાની આશરે 40 જેટલી બાળાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. તેમની સુંદર રજૂઆતથી ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ બની ગઈ હતી. રાજુલા રુદ્ર ગણ દ્વારા રાસ-ગરબા રજૂ કરનાર દીકરીઓને સ્ટીલના નાના ડબ્બા આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાજુલા પોલીસ ચોકી નજીક જેન્સી નામની દીકરીએ શિવ તાંડવ નૃત્ય રજૂ કર્યું હતું, જે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. આ નૃત્ય નિહાળવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ શોભાયાત્રામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક ખાસ કૃતિ મુકવામાં આવેલી જેમાં લોકોને યોગ બાબતે જાગૃત કરવાનો ખાસ પ્રયાસ આયોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલો
આજની આ શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રુદ્રગણ રાજુલા તેમજ શિવ ઉત્સવ કમિટી રાજુલા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી.

રિલેટેડ ન્યૂઝ