રાજુલા પોલીસે ચોરાઉ મોટર સાઈકલ સાથે બે શખ્સોને ઝડપી લીધા

રાજુલા ટાઉન વિસ્તારમાંથી ગુનાઈત ઇતિહાસ ધરાવતા બે ઇસમોને ચોરી/છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે રાજુલા પોલીસ ટીમે પકડી પાડ્યા હતાં. મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં જિલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચનાં આપેલ હોય હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ નાઓએ મિલ્કત સબંધૌ ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાં અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ વી.એમ.કોલાદરાની સુચના હેઠળ રાજુલા પો.સ્ટેના પોલીસ સ્ટાફ વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન બે ઇસમો કાળા કલરના સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે નૌકળતા તેઓની પાસે મોટર સાયકલની આર.સી બુક તથા અન્ય આર.ટી.ઓ લગત કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા બન્ને ઇસમોએ મોટર સાયકલ ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતુ હોય જેથી બન્નેને બી.એન.એસ.એસ કલમ 35(1)(ઈ) મુજબ ધોરણસર અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓમાં લાલજીભાઈ ચોથાભાઈ સોલંકી ઉ.વ.34 રહે. લોઠપુર તા. જાફરાબાદ, જિ. અમરેલી), મનુભાઈ નાથાભાઈ મકવાણા ઉ.વ.32 રહે. લોઠાપુર તા. જાફરાબાદ જિ. અમરેલી) છે.

રિલેટેડ ન્યૂઝ