પીજીવીસીએલ દ્વારા પંથકમાં મેગા ડિસકનેકશન ડ્રાઈવ: બાકીદારોમાં ફફડાટ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ બિલની બાકી રકમની વસૂલાત માટે કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગત તારીખ 25/02/2026 ના રોજ કોટડાસાંગાણી વિભાગ હેઠળ મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 6 મહિનાથી વીજ બિલની ભરપાઈ ન કરનારા ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ છે. કુલ 273 ગ્રાહકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ ગ્રાહકો પાસે કુલ રૂ. 40.43 લાખનું લેણું નીકળતું હતું.
ટીમો દ્વારા કરવામાં આવેલી કડક ઉઘરાણીને પગલે રૂ. 26.21 લાખની રકમ ગ્રાહકો દ્વારા સ્થળ પર જ જમા કરાવવામાં આવી હતી. વારંવારની સૂચના છતાં નાણાં ન ભરનારા 39 વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા.
આ કામગીરી કોટડાસાંગાણીના નાયબ ઇજનેર ડી. બી. ધ્રાંગાના માર્ગદર્શન હેઠળ અન્ય કર્મચારીઓની ટીમ સાથે રહીને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ બાકીદારો સામે આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
