બગસરામાં માનસ મેઘાણી રામકથાના સાતમાં દિવસે ભાવિકો ઉમટી પડયા
આજે માણસ મેઘાણી રામકથાના સાતમા દિવસે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. કથાના પ્રારંભે મોરારીબાપુએ બગસરાની ભૂમિને અસ્મિતાપૂર્ણ ભૂમિ ગણાવી હતી. શરૂઆતમાં કેટલાંક સર્જકોના પુસ્તક વિમોચન થયાં, નીતિન વડગામા દ્વારા કથાના સારદોહનરૂપ ગ્રંથનું પણ વિમોચન થયું. ઉદઘોષણા કરતાં હરિશચંદ્ર જોશીએ કહ્યું હતું કે જેની ધૂળમાં રમીને મેઘાણીજી મોટા થયા એવા બગસરામાં કથા ચાલી રહી છે તેનો આનંદ છે.
બગસરામાં કથા ચાલતી હતી ત્યારે બાપુએ નોંધ્યું હતું કે દરેક કથામાં શ્રોતાજનો શાંતિ જાળવતા હોય છે પરંતુ બગસરાની કથામાં શ્રોતાજનોએ સૌથી વિશેષ શાંતિથી કથા માણી છે પંખાનો પણ અવાજ સંભળાય એટલી શાંતિથી શ્રોતાજનો કથાને માણે છે એ જ બગસરાના લોકોનો વિવેક અને સાહિત્યપ્રીતિ બતાવે છે.
કથાના સંદર્ભમાં બાપુએ જણાવ્યું હતું કે મોટા એ હંમેશા નાનાને માથા પર રાખવા જોઈએ, તેનું સન્માન કરવું જોઈએ જેવી રીતે પર્વત તણખલાઓને માથા પર રાખે છે અને સમુદ્ર ફીણને માથા પર ધારણ કરે છે એવી રીતે નાનામાં નાના માણસનું સન્માન થવું જોઈએ. મેઘાણીના સાહિત્યના સંદર્ભમાં બાપુએ કહ્યું હતું કે મેઘાણી પાસે શબ્દ છે, સ્પર્શ છે, ગંધ છે એમ ઇન્દ્રિયોને દરેક રીતે સંતપર્ક એવું સાહિત્ય મેઘાણીજીનું છે પરંતુ બાપુએ વિશેષ ઉમેર્યું હતું કે મેઘાણીનો શબ્દ છે એમાં વિશેષ સ્પર્શ છે એ દરેકને સ્પર્શે છે. અને એટલે જ આજ સુધી મેઘાણીનો શબ્દ આ રીતે નિત્યનુતન છે. મેઘાણી જીએ વર્ણના વાડાને તોડી નાખ્યા છે બભેદુની ભીંતોને ભાંગી નાખી છે અને દરેક વર્ણના માણસની અસ્મિતાનું વર્ણન મેઘાણીએ પોતાના સાહિત્યમાં કર્યું છે.તેવું બાપુએ ઉમેર્યું હતું . તો વડીલોને માન આપવું જોઈએ તેઓ શાસ્ત્રનો આધાર લઈને બાપુએ કહ્યું હતું કે વડીલોને માન આપવાથી ચાર ફાયદા થાય છે. ઉંમર વધે છે,વિદ્યા વધે છે,પ્રતિષ્ઠા વધે છે અને બળ એટલે કે પ્રાણ તત્વ વધે છે. મેઘાણીજીની કરિયાવર વાર્તાના સંદર્ભમાં બાપુએ કહ્યું હતું કે મેઘાણી જે હિરબાઈના વિદાયનો જે વર્ણન કર્યું છે તે વર્ણન શકુંતલાને જ્યારે કણવઋષિ વિદાય આપે છે એ કોટીનું અને તે સ્તરનું વર્ણન છે અને એટલે જ કાળીદાસથી કલાઉત(કાળીદાસના પુત્ર મેઘાણી )સુધીની રેન્જ મેઘાણીના સાહિત્યમાં છે.
