પાછતરડી ગામે કામકાજ બાબતે ઠપકો આપતા યુવાનનો આપઘાત

દેવલીયા ગામે પરપ્રાંતીય યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

ભાણવડના પાછતરડી ગામે પરિવારજનોએ કામકાજ કરવા બાબતે ઠપકો આપતા યુવાને ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જયારે ખંભાળીયાના દેવલીયા ગામે પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટુંકાવી લેતા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા મુરૂભાઈ હમીરભાઈ કોડીયાતર નામના 27 વર્ષના રબારી યુવાન તામસી મગજના અને ઉગ્ર સ્વભાવના હોય, જે કોઈ કામ ધંધો કરતા ન હોવાથી તેમના પરિવારજનોએ તેમને કામ કરવા બાબતે મીઠો ઠપકો આપ્યો હતો. આ બાબતે તેમને મનમાં લાગી આવતા તેમણે ગઈકાલે શનિવારે પોતાના હાથે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ દેવાભાઈ રાણાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને કરી છે.
ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામે રહેતા અવધેશકુમાર વકીલસિંહ નામના 24 વર્ષના યુવાને ગઈકાલે શનિવારે તેમના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ અંગેની જાણ દેવલિયા ગામના પપ્પુ ઉર્ફે રણજીત સિંગ (ઉ.વ. 50) એ અહીંની પોલીસને કરી છે.

રિલેટેડ ન્યૂઝ