ગેસ સીલીન્ડરની કટોકટી વચ્ચે… કોટડા સાંગાણીના રામોદ ગામે તંત્રનો સપાટો 31 જેટલા ગેરકાયદે ગેસ સીલીન્ડર જપ્ત

જવાબદારોને રૂા.પ9,6પ8નો દંડ ફટકારાયો

કોટડાસાંગાણી ના મામલતદાર એમ. એચ. રાવલ અને તેમની ટીમ દ્વારા 31 ગેસ સિલિન્ડર જપ્ત કરી રૂ. 59,658/- નો દંડ ફટકારાયો રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે ગેરકાયદે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કોટડા સાંગાણી મામલતદાર એમ. એચ. રાવલ, પુરવઠા નાયબ મામલતદાર હર્ષાબા ગોહિલ તથા સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે સંકલનમાં રહીને રામોદ ગામે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ગામમાં અનઅધિકૃત રીતે ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું, જેના આધારે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી:
તપાસ દરમિયાન નાના-મોટા મળી કુલ 31 ગેસ સિલિન્ડર (ઘરેલુ અને કોમર્શિયલ) મળી આવ્યા હતા.
આ બિનઅધિકૃત જથ્થા બદલ સીઝર હુકમ કરી કુલ રૂપિયા 59,658/00 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કાયદેસરની કાર્યવાહી: જપ્ત કરાયેલા તમામ સિલિન્ડરો સરકાર દ્વારા નિયત કરેલ માન્ય ગેસ એજન્સીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મામલતદાર એમ. એચ. રાવલ અને પુરવઠા વિભાગની આ આકસ્મિક તપાસને પગલે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક ઝુંબેશ ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ