નેતાજીએ પ્રાથમિક શાળામાં સરસ્વતિ માતાના મંદિર નિર્માણ માટે 15 હજારનું દાન કર્યુ

રામપરા તાલુકા પંચાયતના પ્રતિનિધિ તેમજ ગ્રામ પંચાયતના સદસ્ય અને યુવા નેતા વિમલભાઈ મેર દ્વારા જનસેવાના ક્ષેત્રમાં એક નોંધપાત્ર અને પ્રેરણાદાયી શરૂઆત કરવામાં આવી છે. પદ સંભાળ્યા બાદ તેઓએ પોતાના પ્રથમ કાર્ય તરીકે ‘શિક્ષણ’ જેવા પવિત્ર અને સમાજનિર્માણના આધારસ્તંભ સમાન ક્ષેત્રને પસંદ કરી સમાજને એક સકારાત્મક સંદેશ આપ્યો છે.
વેરાવળ વિસ્તારના રામપરા તાલુકા પંચાયતના સદસ્ય કિરણબેન વિમલભાઈ મેરના પ્રતિનિધિ તરીકે કાર્યરત વિમલભાઈ મેર દ્વારા રામપરા પ્રાથમિક શાળામાં માઁ સરસ્વતીના મંદિર નિર્માણ માટે રૂપિયા 15,000/-નું ઉદાર દાન અર્પણ કરવામાં આવ્યું છે. વિમલભાઈ મેરએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના પરિવર્તનનું સૌથી સશક્ત હથિયાર છે, અને જ્યારે તેની શરૂઆત આશીર્વાદ સાથે થાય ત્યારે સફળતા નિશ્ચિત બને છે. તેમના આ વિચારોથી સ્પષ્ટ થાય છે કે તેઓ શિક્ષણને માત્ર અભ્યાસ પૂરતું નહીં પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોથી જોડાયેલ એક મહત્વપૂર્ણ સાધન તરીકે જુએ છે. આ દાનથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતા અને સંસ્કારનો વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે શૈક્ષણિક સંકુલમાં એક સકારાત્મક અને પ્રેરણાદાયી વાતાવરણ ઊભું થશે, જે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

રિલેટેડ ન્યૂઝ