પોલીસે રૂા. 50 હજારની રોકડ મળી રૂા.2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાણવડના સેવકદેવળીયા ગામે વાડીએ મકાનમાં ચાલતી કલબ પર પોલીસે દરોડો પાડી છ જુગારીઓને રૂપીયા પચ્ચાસ હજારની રોકડ મળી રૂ.2.45 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ જિલ્લા એલસીબીની ટીમ દ્વારા દારૂ-જુગાર સામે હાથ કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામે રહેતા દાઉદ વલીમામદ ઘુઘા દ્વારા પોતાની વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી અને અહીં જુગારના સાધનો પૂરા પાડી, ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
એલસીબી વિભાગના પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના એએસઆઈ મશરીભાઈ ભારવાડીયા, જેઠાભાઈ પરમાર અને શક્તિસિંહ જાડેજાની બાતમી પરથી કરવામાં આવેલી દરોડાની આ કાર્યવાહીમાં પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા દાઉદ વલીમામદ ઘુઘા, ઈબ્રાહીમ સુલેમાન શેઠા, ઈબ્રાહીમ સુલેમાન શેઠા, અબ્દુલ વલીમહમદ ઘુઘા, ફારૂક ઉઢાભાઈ ઘુઘા અને ઈબ્રાહીમ હાસમભાઈ ઘુઘા નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.
આ દરોડા દરમ્યાન પોલીસે રૂ. 50,490 ની રોકડ રકમ તથા રૂ. એક લાખની મારુતિ મોટરકાર અને રૂપિયા 70,000 ની કિંમતના બે મોટરસાયકલ ઉપરાંત રૂપિયા 25,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂપિયા 2,45,990 નો મુદ્દામાલ કબજે કરી, ભાણવડ પોલીસ મથકમાં ગુનો રેકોર્ડ કરાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી.કાંબલીયા, મશરીભાઈ ભારવાડીયા, જેઠાભાઈ પરમાર, પરેશભાઈ, મયુરભાઈ, શક્તિસિંહ, મુકેશભાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
