ભાજપે OBC મહિલા બેઠક માટે આપ સાથે ગઠબંધન કરતાં રાજકારણ ગરમાયું

લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે રાજકીય જંગ જામ્યો
આજે તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે થશે કાંટાની ટક્કર

અમરેલી જિલ્લામાં આવતીકાલે સોમવારે 11 તાલુકા પંચાયતોના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી થવાની થવાની છે. ત્યારે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદની ચૂંટણી જિલ્લાભરમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ માટે ઘઇઈ મહિલા માટે અનામત છે. ત્યારે ભાજપના એક પણ ઘઇઈ મહિલા વિજેતા ના થતાં લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રાજકીય ઘમાસાણ જામ્યું છે.
ભાજપ પાસે ઘઇઈ મહિલા સભ્ય ન હોવાને કારણે પ્રમુખ બનાવવા માટે આપ પાર્ટી સાથે ગઠબંધન કરવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સામે આવ્યું છે.
લાઠી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપના 10, આપના 4 અને કોંગ્રેસના 2 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. સંખ્યાબળ ભાજપ પાસે હોવા છતાં પ્રમુખ પદ માટે જરૂરી ઘઇઈ મહિલા ઉમેદવાર ભાજપ પાસે ન હોવાથી રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિ વચ્ચે આપ પાર્ટીની સભાડિયા બેઠક પરથી ચૂંટાયેલા મહિલા સભ્ય રમીલાબેન કુનકીયાએ ભાજપના ટેકાથી પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. આપ પાર્ટીના સભ્યને ભાજપ દ્વારા પ્રમુખ પદનું ફોર્મ ભરાવવામાં આવતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બીજી તરફ કોંગ્રેસમાંથી શાંતાબેન ડેરે પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીને ચૂંટણીમાં હરાવનાર શાંતાબેન ડેરે હવે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવતા ચૂંટણી વધુ રસપ્રદ બની છે.
આપ પાર્ટી તરફથી ક્રિષ્નાબેન ખુમાણે પણ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા હવે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ સર્જાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચેના રાજકીય દાવપેચોને લઈને તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
આજે લાઠી તાલુકા પંચાયત પ્રમુખપદની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે અમરેલીના સાંસદ ભરત સુતરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતન શિયાળ, શરદ લાખાણી સહિત ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ દરમિયાન આપ પાર્ટીના મહામંત્રી શૈલેષ ભાદાણીએ નિવેદન આપતા આરોપ મૂક્યો હતો કે, આપ પાર્ટીના મહિલા સભ્યને ભાજપ હાઈજેક કરીને લાવ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમના આ નિવેદન બાદ રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ત્યારે આવતીકાલે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં કયા પક્ષને સફળતા મળે છે. તેના પર સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.

રિલેટેડ ન્યૂઝ