રાત્રે બસ સ્ટેશનમાં લાઈટ બંધ કરી દેવાતા અંધારપટ્ટ છવાયો
જાફરાબાદ એસટી બસ સ્ટેશન માં રાત્રીના સમયે શૌચાલય માં સફાઈ કર્મચારી દ્વારા તાળા મારી દેવામાં આવતા મુસાફર જનતા હેરાનપરેશાન થઈ રહી છે.
ખાસકરીને મહિલાઓ દિવ્યાંગ લોકો તથા બિમાર દર્દીઓ યુરીનલ માટે આમતેમ ભટકી રહ્યા છે. અગાઉ એસટી બસ સ્ટેશન માં રાત્રીના સમયે કર્મચારી દ્વારા લાઈટો બંધ રાખી દેવામાં આવતા એસટી બસ સ્ટેશન માં અંધારપટ છવાયો હતો.
આ સાફાઈ કર્મચારી પોતાની મનસ્વી રીતે મનફાવે ત્યારે લાઈટ બંધ કરી દેવી તેમજ રાત્રીના સમયે શૌચાલય માં તાળા પર મારી દેવામાં આવે છે. રાત્રીના સમયે ત્રણ બસ આ એસટી બસ સ્ટેશન આવતી હોય તે બસના મુસાફરો યુરીનલ માટે જતા હોય પરંતુ શૌચાલય માં તાળા હોવાથી યુરિનલ માટે આમતેમ ભટકી રહ્યા છે. પુરુષો ગમેત્યા યુરિનલ જતા હોય છે. પરંતુ મહિલાઓ ક્યાં જાય આ શૌચાલય માં અલીગઢી તાળા મારી દેવામાં આવતા મુસાફર જનતા માં એસટી તંત્ર સામે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે આ સફાઈ કર્મચારી રાત્રીના સમયે શૌચાલય તાળા મારી દેવાનો અર્થ એ છે કે સવારે આ શૌચાલય ની સાફસફાઈ કરવી ન પડે તે માટે તાળા મારી દેવામાં આવી રહ્યા છે. એસટી બસ સ્ટેશન ના મુસાફરો માંથી અમોને જાણ મળ્યું છે કે અગાઉ ના સફાઈ કામદાર હતા.
તેઓ નિયમિત રીતે પોતાની ફરજ બજાવતા હતા અને રાત્રીના સમયે કોઈ મુસાફર આવે તેઓને યોગ્ય માર્ગદર્શન આપતા હતા તેમજ પોતાનો સમય પુરો થઇ જવા છતા પણ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવતા હતા નવા સફાઈ કર્મચારી પોતાનો સમય પુરો થઇ જાય એટલે ઘરભેગા થઇ જાય છે. અને જતા જતા શૌચાલય માં તાળા પણ મારતા જતા હોય યુરિનલ માટે મુસાફર જનતા આમતેમ ભટકી રહી છે.
એસટી બસ સ્ટેશનમાં મનસ્વી વર્તન કરતા સફાઈ કર્મચારી પર આકરા પગલા લેવા લોક માંગ ઉઠી છે.
