મામા અને તેના ભાણેજના ભાણેેજે ચોરીની કબુલાત કરી પરત આપવાનું કહી ફરાર થઈ જતા પોલીસમાં ફરિયાદ
વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામે રહેતા અને મિસ્ત્રી કામ કરતા એક મિસ્ત્રી તથા તેમના ભાણેજના બંન્નેના ઘરમાથી તેમની સાથે રહેતા ભાણેજના તથા ભણેજે ગત નવરાત્રી તેમજ દિવાળીના વચ્ચેના સમયગાળા દરમીયાન કુલ રૂપિયા 10,87,400 ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાનું જણાવેલ હતુ. અને મિસ્ત્રીના તથા તેમના ભાણેજના ઘરમાં ચોરી કરેલ તમામ પરત ભાણેજના ભાણેજે આપી દેવાનું કહી આરોપી ભાણેજ નાશી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
વડીયા તાલુકાના મેઘા પીપળીયા ગામે રહેતા અને મિસ્ત્રી કામ કરતા નટુભાઇ ગાંડુભાઇ દાવડા નામના 57 વર્ષીય આધેડ પોતાના રહેણાંક મકાને ગત તા.15/2/26 ના રોજ સાંજના પાંચક વાગ્યે ડોક્યુમેન્ટ જોવા માટે બોક્ષ શેટી પલંગમા તપાસ કરતા ડોક્યુમેન્ટ જોવામાં આવેલ હતા. પરંતુ આ બોક્ષ શેટીમા ગોદડા ગાડલા નીચે સોના ચાંદીના દાગીના, દાગીનાના બોક્ષમાં રાખેલ હતા. જે બોક્ષ ખાલી હાલતમાં જોવામા આવેલ હતા.
જેમાં સોનાનો હાર (ડોકીયુ) નંગ એક, નાની બુટી નંગ બે જેનુ વજન આશરે અઢી તોલા કિમત રૂપિયા 3,35,000 તથા સોનાની બુટી નંગ બે જેનુ વજન આશરે અડધુ તોલુ કિમત રૂપિયા 67000 તેમજ સોનાની ચીપવાળા પાટલા નંગ 1 જેનુ વજન આશરે 1 ગ્રામ રૂપિયા 13400 તથા જેન્ટ્સ સોનાની વીંટી નંગ ત્રણ જેનુ વજન આશરે 8 ગ્રામ જેની કિમત રૂપિયા 1,07,200 તથા લેડીઝ સોનાની વીંટી નંગ બે જેનું વજન આશરે 4 ગ્રામ જેની કિમત રૂપિયા 53600 મળી કુલ કિ.રૂ. 5,76,200 ના સોનાના દાગીનાની ચોરી થયેલ હોવાનુ જણાયેલ જેથી આ બાબતે તે જ ગામે રહેતા તેમના ભાણેજ હિતેષભાઈ ભગવાનભાઇ મકવાણાને ઘરે બોલાવી વાત કરેલ હતી.
આથી તેમના ભાણેજે પોતાના ઘરે જઈ કબાટમાં તપાસ કરતા તેમના ઘરે પણ કબાટમાંથી સોના ચાંદીના દાગીનામા એક સોનાનો પેન્ડલસેટ બુટી સાથે જેનો વજન આશરે 2 તોલા જેની કિમત રૂપિયા 2,68,000 તથા સોનાની બુટી નંગ બે જેનુ વજન અડધો તોલુ કિંમત રૂપિયા 67000 તથા સોનાનો ચેન નંગ એક જેનુ વજન 1 તોલુ જેની કિંમત રૂપિયા 1,34,000 તથા એક સોનાનુ પાન (પેન્ડલ) જેનો વજન 2 ગ્રામ જેની કિંમત રૂપિયા 21800 તથા સોનાની ચીપ વાળા પાટલા નંગ બે જેનો વજન 1 ગ્રામ જેની કિમત રૂપિયા 13400 તથા અડધી તુટેલ ચાંદીની લક્કી નંગ એક જેનુ વજન 12 ગ્રામ કિંમત રૂપિયા 2000 મળી કુલ રૂપિયા 5,11,200 ની ચોરી થયેલનું જણાઈ આવેલ હતું. જેથી આ બંન્નેના ઘરમા થયેલ ચૌરી બાબતે તપાસ કરતા હતા તે દરમ્યાન આ મિસ્ત્રી તથા હિતેષભાઇ ભગવાનભાઈ મકવાણાને આ હિતેષભાઇના ભાણેજ મિહીરભાઈ ખુશાલભાઈ પરમાર કે જે છેલ્લા અગીયારેક વર્ષથી આ હિતેષભાઈ સાથે રહે તો હોય તેના પર શંકા જતા આરોપી મિહીરની પુછપરછ કરતા આ મિહીર એકદમ હેબતાઈ ગયેલ અને આ મિહીરે હિતેષભાઈની હાજરીમાં બંન્નેના ઘરમાથી ઉપરોકત સોના ચાંદીના દાગીનાની ચોરી નવરાત્રી તેમજ દિવાળીના વચ્ચેના સમય ગાળા દરમીયાન કરેલ હોવાનું જણાવેલ હતુ.
આરોપી મિહીર ખુશાલભાઇ પરમાર (રહે.મુળ રામપુર(તોરી) હાલ રહે.મેઘા પીપળીયા)એ કહેલ હતુ કે હું બંન્નેના સોના ચાંદીના દાગીના જે તે સ્થીતીમા પરત આપી દઇશ તેમ વાત કરેલ હતી. પરંતુ આરોપી મિહીર ખુશાલભાઈ પરમાર આજથી દોઢેક માસ પહેલા અમારા ગામમાથી તેના મામા હિતેષભાઈને કહ્યા વગર ક્યાક જતો રહેલ છે. અને ક્યા ગયેલ છે. તેની કોઈને ખબર પણ નથી.
આમ આરોપી મિહીર ખુશાલભાઈ પરમાર આ મિસ્ત્રીના ઘરેથી કુલ રૂપિયા 576200 ના સોનાના દાગીનાની ચોરી કરેલ હોય તેમજ હિતેષભાઈ ભગ વાનભાઈ મકવાણાના ઘરેથી રૂપિયા 5,11,200 ની ચોરી મળી કુલ રૂપિયા 10,87,400 ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાશી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
