ભેસાણ પંથકમાં લાખોના વિદેશી દારૂનું કટીંગ થાય તે પહેલા જ જપ્તી

3 રાજસ્થાનીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ભેસાણ પંથકમાં રૂ. 2,53,161 નો વિદેશી દારૂ ઘુસાડી દારૂનું કટીંગ કરે તે પહેલાં રાજસ્થાન રાજ્યના 3 ઇસમોને ધારીગુંદાળી પાસેથી દબોચી લઈ, દારૂ, કાર સહિત કુલ રૂ. 8.63 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના માણસોને સંયુક્તમાં ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, જુની ધારીગુંદાળી ગામ 66 કે.વી.ની પાછળની સીમ વિસ્તારમાં જતા રસ્તા પાસે અમુક ઇસમો વિદેશી દારૂનો જથ્થાનું કટીંગ કરે છે અને હાલ કટીંગની પ્રવૃતિ ચાલુ હોય. તેવી ચોક્ક્સ હકિકત મળતા ક્રાઈમ બ્રાંચની ટીમ તાત્કાલિક ઉપરોક્ત હકિકત વાળી જગ્યાએ પહોંચી, તપાસ કરતા એક સફેદ કલરની સ્વીફટ કારમાંથી ત્રણ ઇસમો કાળા ઝબલાની હેરફેર કરતા જોવામાં આવતા, પોલીસે ત્રણેય ઇસમોને કોર્ડન કરી, પકડી પાડી, ફોરવ્હિલ કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 1396 પ્લાસ્ટીકની નાની બોટલો મળી આવતા પોલીસે રૂ. 2,53,161 નો વિદેશી દારૂ, કાર, તથા 3 મોબાઈલ સહિતનો રૂ. 8,63,161 ની કિંમતનો મુદામાલ કબજે કરી, પકડાયેલા રાજસ્થાન રાજ્યના અનિલ બાબુલાલ બિશ્નોઇ ઉ.વ.22, ભુપેન્દ્ર ખીયારામ ગોદારા, બિશ્નોઇ ઉ.વ.23 તથા દિનેશકુમાર ઘમારામ બિશ્નોઇ, ઉ.વ.21 તેમજ હાજર નહીં મળી આવેલ અશોકકુમાર પવાર સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ એમ. પટેલ, પી.એસ.આઈ. ડી.કે.પટેલ તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા, પો.હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા, પો.કોન્સ. રાજુભાઇ કટારા વિગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

રિલેટેડ ન્યૂઝ