વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 અને 5 ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોની વિગત આ મુજબ છે.
1) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 11 જુલાઇ થી લઈને 13 જુલાઈ ના રોજ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે.
2) ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 11 જુલાઇ થી લઈને 13 જુલાઈ ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.
