35 જુગારીઓ સામે ફરિયાદ: નાશી છૂટેલા શકુનીઓને સકંજામાં લેવા તજવીજ
વેરાવળમાં ટાવર ચોક નજીક આવેલા જાગૃત હનુમાનજી મંદિર પાસે મોટા કોળીવાડા વિસ્તારમાં ગત મોડી રાત્રીના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડો પાડતી વખતે ટોળાંએ ઘેરાવ કરતા એસ એમ સી ના અધિકારી દ્વારા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવું પડેલ હતું. આ બનાવમાં પોલીસમાં 35 જુગારીઓ વિરુદ્ધ જુગાર અંગેની ફરિયાદ દાખલ કરી નાસી છુટેલા ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે.
વેરાવળ માં મોટા કોળી વાડામાં ગત રાત્રે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડો કરેલ તે સમયે ટોળાં ભેગા થઈ જતા અને ટીમનો ઘેરાવ કરી લેતા પીઆઇ સિસોદિયા એ હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હતું જેથી જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. વેરાવળ પોલીસને જાણ કરતા તે પણ દોડી આવી હતી. રાત્રે કોળી વાળા માં તંગદિલી નો માહોલ જોવા મળ્યો હતો. પકડાયેલ જુગારી નાસી છૂટ્યા બાદ માં બે એફઆઈઆર નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ જેમાં એક ફરિયાદ આજે સાંજે સાત વાગ્યે નોંધાયેલ જેમાં જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે એસ એમ સી ની ટીમ મોટા કોળીવાડા વિસ્તારમાં ભીખાભાઇ વાજા ના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવા પહોંચી હતી. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા અને ટોળું કાબૂ બહાર જવાની સ્થિતિ સર્જાતા પી.આઇ. સીસોદીયા એ ભીડને વિખેરવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ થી સમગ્ર કોળી વાળા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ વેરાવળની સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ જગ્યાએ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી ને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જુગારમાં સંડોવાયેલા કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ બનાવ માં કોઈને ઈજા પહોંચી હોવાનું સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. એસ એમ સી ના પી.આઈ. જે.એચ.સીસોદીયા એ આ બનાવ અંગે જણાવ્યું કે, જુગાર અંગેની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળા એકત્ર થતા કાયદો-વ્યવસ્થા જાળવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જુગારનો ગુનો તેમજ પોલીસની ફરજમાં રૂકાવટ અંગે બે અલગ-અલગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવેલ છે.
પોલીસ ફરીયાદમાં નોંધાયેલા જુગારીઓમાં પકડાયેલ અને નાસી છૂટેલ જુગારીઓમાં (1) ઇકબાલ જમાલભાઇ કાલવાત રહે. પ્રભાસ પાટણ, (2) વિરાભાઈ અમરાભાઇ ચોપડા ગામ સીડોકર, (3) જયંતિલાલ રેવાગીરી ગોસ્વામી રહે.કોડીનાર, (4) વિશાલ ઉર્ફે પાડો મહેશભાઇ ભુવા રહે.પ્રભાસ પાટણ (5) વીશાલ ધુસાભાઈ પરમાર રહે.વેરાવળ (6) મનુ ઉર્ફે મનુરાય કેશુભાઇ ચારીયા રહે.વેરાવળ, (7) કીશન રમેશભાઇ જેઠવા રહે.વેરાવળ, (8) કેશુ દાનાભાઇ ગાવડીયા રહે.વેરાવળ, (9) નરશી ઉર્ફે ભજીયુ ગોવીંદ ભાઈ પઢીયાર રહે.પ્રભાસ પાટણ (10) ગણેશ રામજીભાઈ ગાવડીયા રહે.વેરાવળ, (11) ઉમેશ કાનજીભાઈ ગાવડીયા રહે.વેરાવળ, (12) મુકેશ રાજુભાઈ ગોહેલ રહે.વેરાવળ, (13) આમદ ઇબ્રાહીમ ચોરવાડા રહે.સેમરવાવ (14) અલ્ફાજ યુસુફ રાઠોડ રહે.વેરાવળ (15) સરફરાજ જમાલભાઇ ગોહેલ રહે.માંગરોળ (16) યાસર મુસ્તાક વિરભાર રહે.વેરાવળ (17) અશ્ર્વીનગીરી રેવાગી રી ગૌસ્વામી કોડીનાર (18) તુલસી ભાણાભાઈ ધારેશા રહે.વેરાવળ (19) નીલેશ ઉર્ફે પોપીયો (20) હરેશ પોય (21) ભુરો વરલી મટકા વાળો (22) રવિ (23) સાબીર (24) ઉદય પંડીત (25) ઉદય વાજા (26) હીરેન પંડીત (27) પ્રથમ ગાવડીયા (28) હીત ચારીયા (29) ગીરીશ રામજીભાઇ ગાવડીયા (30) મકાન માલીક ભીખુભાઇ વાજા સહીત 35 તથા તપાસ દરમિયાન ખુલે તે પોલીસે જાહેર કર્યા છે. જુગારના પટમાંથી રોકડ રૂા.26500, મોબાઈલ નંગ 6 કીં.રૂા.30 હજાર સહિત કુલ રૂા.56500 પોલીસે કબજે કર્યા હતા.
આ દરોડા દરમિયાન કાર્યવાહી ચાલુ હતી ત્યારે પુરુષ તથા મહિલાઓ સાથે મળી લગભગ 200 જેટલા માણસોનુ ટોળુ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી પકડાયેલ જુગારીઓને પોલીસ ના કબ્જામાંથી છોડાવવા ના ઇરાદા થી આવી લાઇટના કેબલ તથા બલ્બ ની તોડફોડ કરી અંધારું કરી મકાનની અગાસી ઉપર આવી અંધારા માં એસ.એમ.સી. ની ટીમ ને ઘેરી લઇ જીવલેણ હુમલો કરતા પીઆઇ સિસોદિયા દ્વાર એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ટોળાને વિખેરવા અને ગીર સોમનાથ પોલીસ કંટ્રોલ રૂમ ને ટેલિફોનિક સંપર્ક કરતા સીટી પીઆઇ જે.એન.ગઢવી તથા સ્ટાફ આવી બંદોબસ્ત ગોઠવી મામલો શાંત પડ્યો હતો. પોલીસે જુગાર અંગે એફ આઈ આર કરી નાસી જનાર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
