વેરાવળ ફિશરીઝ હાર્બરની કલેકટર દ્વારા મુલાકાત વિકાસ કાર્યોનું સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી

વેરાવળ ફિશરીઝ હાર્બર ની ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ એન. વાઘેલા એ અચાનક મુલાકાત લીધી હતી. તેમણે હાર્બરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું અને પ્રોજેક્ટ ની પ્રગતિ, સુવિધાઓ તેમજ ભવિષ્યની યોજના ઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.
કલેક્ટરે હાર્બર ના સમગ્ર વિસ્તાર નું નિરીક્ષણ કરી કામગીરીની ગુણવત્તા, સમય મર્યાદા અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. તેમણે સૂચના આપી કે વેરાવળ ફિશરીઝ હાર્બર ને આધુનિક ટેકનોલોજીથી સજ્જ, સુવ્યવસ્થિત અને માછીમારો સહિત તમામ હિતધારકો માટે વધુ ઉપયોગી બનાવવામાં આવે અને આ મુલાકાત દરમિયાન કલેક્ટરે હાર્બર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર હાર્બર માછીમારો તેમજ સમગ્ર ફિશરીઝ ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. માછલીઓના હેન્ડલિંગ, સ્ટોરેજ અને પરિવહન સહિતની સુવિધા ઓને વધુ અસરકારક બનાવવા અધિકારીઓને સુચના આપેલ હતા.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે પ્રોજેક્ટ ની કામગીરી ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ થાય અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે માર્ગદર્શન આપ્યું. તેમણે અધિકારીઓને વિવિધ વિભાગો વચ્ચે વધુ સારું સંકલન જાળવી કામગીરી આગળ વધારવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડ ના પોર્ટ અધિકારી પંચાલ, ફિશરીઝ વિભાગના અધિકારી કોટિયા, એમપીડા ના અધિકારી કિશોરભાઈ વાણીયા, અધિક જિલ્લા કલેકટર રાજેશ આલ અને પ્રાંત અધિકારી જૈમીન કાકડિયા સહિત જીએમબી, ફિશરીઝ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કલેક્ટરને પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, આગામી આયોજન અને વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી.

રિલેટેડ ન્યૂઝ