સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : શ્ર્વાન અને આખલાની દોડધામથી ગામમાં અફડા-તફડી મચી
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા ખુબ મોટી સંખ્યામાં હોવાથી રેવન્યુ વિસ્તાર માંથી ગામની શેરીઓમાં રાત્રીના સમયે અનેક ગામડામાં સાવજો ખુલ્લેઆમ ફરી રહ્યા છે ત્યારે ગત રાત્રિના સમયે ત્રણ સિંહો રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામની શેરીઓ અને બજાર વિસ્તારમાં શિકારની શોધમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર ફરતા એક શ્વાન અને એક આખલો સિંહોની નજરે ચડતા ત્રણેય સિંહોએ તેમની પાછળ દોટ મૂકી હતી સિંહો પાછળ આવતા જોઈ શ્વાન જીવ બચાવવા માટે જોરજોરથી ભસવા લાગ્યો અને ગામની શેરીઓમાં દોડવા લાગ્યો થોડા સમય માટે શ્વાને સિંહનો સામનો કરવાની હિંમત પણ દર્શાવી હતી પરંતુ અંતે જીવ બચાવવા ભાગી છૂટ્યો શ્વાનના ભયભીત અવાજો અને સિંહોની દોડધામના દૃશ્યો લાઈવ ઈઈઝટ કેમેરામા કેદ થયા છે.
મોટા આગરીયા ગામ સિંહની એન્ટ્રી થતા જ અન્ય શ્વાન અને એક આખલો પણ જીવ બચાવવા માટે દોડતો જોવા મળ્યો હતો શ્વાન અને આખલાની દોડધામથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સિંહના ડરના કારણે શ્વાન આખલો ગામની દૂર આવેલ હાઇવે રોડ તરફ જવાનું પસંદ કર્યું હતું જેથી જીવ બચી શકે જોકે સિંહોને કોઈ શિકાર હાથ લાગ્યો ન હતો અને થોડા સમય બાદ તેઓ ગામની બજારોમાં ફરીને પરત રેવન્યુ વિસ્તાર તરફ વળી ગયા હતા.
મોટા આગરીયા ગામના સીસીટીવી ફૂટેજ સામે આવતા ગામમાં સિંહોની સતત અવરજવરથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને ગામમાં સિંહોની અવરજવર રોકવા અને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
મોટા આગરીયા ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણએ જણાવ્યું સિંહો આવ્યા હતા પણ કોઈ મારણ કર્યું નથી પ્રયાસ કર્યો પરંતુ કોઈ પશુ હાથમાં આવ્યું નથી શ્વાનના સીસીટીવી તમે જોયા હશે ભાગી જતા તેનો પણ જીવ બચી ગયો છે સિંહોની અવર જ્વર વધી છે લોકોને પબ્લિકને હેરાન ન કરે ત્યાં સુધી સારી વાત છે.
