તપાસમાં 243 નોંધોમાં ફેરફાર અને 19 નોંધો આધાર પુરાવા વગર દાખલ થયાનો ખુલાસો; 102 નોંધોમાં નિવૃત્ત તલાટીના કાર્યકાળ દરમિયાન ફેરફાર થયાનું રેકર્ડ આધારિત સામે આવ્યું
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામની મહેસૂલી જમીન ના રેકર્ડમાં થયેલા કથિત ચેડા અને શંકાસ્પદ નોંધો અંગે હાથ ધરાયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામેઆવી છે. તાલુકા વિકાસ અધિકારી, ગીરગઢડા દ્વારા કરવામાં આવેલા તપાસઅહેવાલમાં કુલ 373 નોંધોનીચકાસણી કરવામાં આવી હતી. જેમાં 243 નોંધોમાં ફેરફાર થયાનું અને 19 નોંધો કોઈપણ આધાર પુરાવા વગર અનધિકૃત રીતે દાખલ કરાયેલી હોવાનું જણાયું છે. તપાસ અહેવાલ મુજબ, કુલ 373 નોંધોમાંથી 107 નોંધો વાંધાજનક જણાઈ નથી. જ્યારે અરજીમાં દર્શાવાયેલી 4 નોંધો મહેસૂલી રેકર્ડમાં મળી આવી નથી. બાકીની કુલ 243 નોંધોમાંફેરફારથયાનુંતપાસમાંજાહેર થયું છે. આ તમામ નોંધોને રિવિઝનમાં લેવા માટે પ્રાંત અધિકારી, ઉના સમક્ષ નોંધવાર દરખાસ્તકરવામાંઆવી છે. તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે 243 શંકાસ્પદ નોંધોમાંથી 104 નોંધોના એક વિભાગમાં 102 નોંધોમાં તત્કાલીન તલાટી કમ મંત્રી બી.કે. કિડેચા દ્વારા ફેરફાર કરાયા હોવાનું રેકર્ડ આધારિત જણાયું છે. જ્યારે નોંધ નં. 630માં તત્કાલીન તલાટી કમ મંત્રી પી.વી.જાલોંધરા અને નોંધ નં. 225માં તત્કાલીન તલાટી કમ મંત્રી એન. એમ. ગોહિલ દ્વારા ફેરફાર કરાયા હોવાનું અહેવાલમાં નોંધાયું છે.આ ઉપરાંત અન્ય 139 નોંધોમાં પણ ફેરફાર થયાનું જણાયું છે. જોકે, આ ફેરફારો અંગેનું કોઈ સત્તાવાર રેકર્ડ ગ્રામ પંચાયતમાંથી મળી આવ્યું નથી. પંચાયતની ઠરાવ બુકમાં રહેલા અક્ષરોસાથેસરખામણી કરતાં આ નોંધોમાંના અક્ષરો મહદઅંશેતત્કાલીનતલાટી કમ મંત્રી બી.કે. કિડેચાના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે.
8તત્કાલીન તલાટીઓએ આક્ષેપો નકાર્યા
તપાસ સમક્ષ નિવેદન આપતાં નિવૃત્ત તલાટી કમ મંત્રી બી.કે. કિડેચાએ જણાવ્યું હતું કે તેમણે સરકારના નિયમો અને ગેઝેટ મુજબ ફરજ બજાવી હતી અને તેમના કાર્યકાળ દરમિયાન કોઈ જાહેર હરાજી કે શંકાસ્પદ સનદો આપવામાં આવી નહોતી. તેમણે પોતાના વિરુદ્ધના આક્ષેપોને રાજકીય અને અંગત કિન્નાખોરીથી પ્રેરિત ગણાવી નકારી કાઢ્યા હતા. બીજી તરફ તત્કાલીન તલાટી અને હાલ સુરત ખાતે ફરજ બજાવતા પી.વી. જાલોંધરાએ પણ આક્ષેપોને અંગત રાગદ્વેષથી પ્રેરિત ગણાવી નકાર્યા હતા. તેમણે ધોકડવા ગ્રામ પંચાયતમાં ફરજ દરમિયાન અરજીમાં દર્શાવેલી શંકાસ્પદ નોંધો પોતે દાખલ કરી ન હોવાનું જણાવ્યું હતું.
હવે પ્રાંત અધિકારી કચેરીમાં કાર્યવાહીનો તબક્કો
તપાસ અહેવાલના અંતે કુલ 373 નોંધોમાંથી 111 નોંધો સામે કોઈ કાર્યવાહી જરૂરી ન હોવાનું જણાવાયું છે. જ્યારે 243 વાંધાજનક નોંધોને રિવિઝનમાં લેવા તથા આધાર પુરાવા વગર દાખલ કરાયેલી 19 નોંધોને રદ કરવા માટે પ્રાંત અધિકારી, ઉના કચેરીને દરખાસ્ત કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે પ્રાંત અધિકારી કચેરી દ્વારા થનારી આગળની કાર્યવાહી પર સૌનીનજરમંડાઈ છે.
19 નોંધો આધાર વગર દાખલ કરાયાનો ખુલાસો
તપાસ દરમિયાન વધુ ગંભીર બાબત એ સામે આવી છે કે મહેસૂલ ગામ નમૂના નં. 2ના રેકર્ડમાં કુલ 19 નોંધો કોઈ પણ પ્રકારના સાધનિક કાગળો કે આધાર પુરાવા વગર વચ્ચે-વચ્ચે દાખલ કરવામાં આવી હોવાનુંજણાયું છે. જૂના અને નવા રેકર્ડની સરખામણીમાં આ નોંધોમાં જમીનના માલિકી હક્ક, ક્ષેત્રફળ અને નામોમાંશંકાસ્પદ ફેરફારો જોવા મળ્યા છે. કેટલીક નોંધોમાં જૂની બ્લૂ શાહીથી લખાયેલા રેકર્ડમાં પાછળથી કાળી શાહીથી નવા નંબર અને નવા નામો દાખલ કરાયા હોવાનું તપાસમાં નોંધાયું છે. કેટલીકનોંધો માં જાહેર હરાજી અથવા અન્ય પ્રક્રિયાના આધારભૂત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ 19 નોંધોને રદ કરવા માટે પ્રાંત અધિકારી, ઉના સમક્ષ કાર્યવાહી કરવાની દરખાસ્ત કરાઈ છે.
અક્ષરોના ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલાયા
શંકાસ્પદ નોંધોમાં થયેલા લખાણ અને ફેરફારો અંગે વધુ તપાસ માટે દસ્તાવેજો અને અક્ષરોના મેળવણા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, જુનાગઢને પણ મોકલવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
