ખંભાળામાં SMCનો દરોડો : ભૂગર્ભ ખાનામાંથી 3013 બોટલ દારૂ ઝડપાયો

રૂ. 19.51 લાખનો મુદ્દામાલ કબજે, બે ઝડપાયા અને વધુ ત્રણ સહિત પાંચ સામે ગુનો

બાબરા તાલુકાના ખંભાળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ (જખઈ), ગાંધીનગરની ટીમે દરોડો પાડી વોટર સંપના અંડરગ્રાઉન્ડ ખાનામાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ કુલ 3013 બોટલ, કિંમત રૂ. 8,44,507, તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ રૂ. 19,51,107નો મુદ્દામાલ કબજે કરાયો છે.
દરોડામાં રવિરાજ જગુભાઇ ખાચર (ઉ.વ.33, રહે.નીલવડા) અને રધુવીર જયલુભાઇ ખાચર (ઉ.વ.26, ખંભાળા) ઝડપાયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. જ્યારે રેઇડ દરમ્યાન સ્થળ ઉપર થી નાસેલા લાલાભાઇ હાજાભાઇ ગરાણીયા પોલીસ દેખી નાસી છૂટ્યા હતા પોલીસ ફરિયાદ મુજબ દારૂ નો જથ્થો મોકલનાર અને વાહન ચાલક મળી ત્રણ ને વોન્ટેડ જાહેર કરાયા છે.
કબજે કરાયેલા મુદ્દામાલમાં ઇનોવા કાર રૂ.5 લાખ, સ્કોર્પિયો રૂ.5 લાખ, હોન્ડા સાઇન મોટરસાયકલ રૂ.75 હજાર, રોકડ રૂ.16,600, મોબાઇલ રૂ.10 હજાર અને ઈઈઝટનું ઉટછ રૂ.5 હજાર સહિતનો સમાવેશ થાય છે. ફરિયાદ મુજબ દારૂની બોટલો ઉપરના બેચ નંબર અને બનાવટની તારીખના સ્ટીકર તોડી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો.
સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો :
ખંભાળા ગામે આટલો મોટો દારૂનો જથ્થો ભૂગર્ભ ખાનામાં સંતાડવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક બાબરા પોલીસની નજરે કેમ ન આવ્યો? તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે. ખાસ કરીને સ્થાનિક પોલીસની નબળી કામગીરી વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલે આવીને રેડ કરવી પડી હોવાની ચર્ચા પણ સ્થાનિક સ્તરે ચાલી રહી છે.
સ્થાનિક ચર્ચા મુજબ, જો તપાસ દરમિયાન પકડાયેલા બુટલેગરોના સ્થાનિક પોલીસ કર્મચારીઓ સાથે સંપર્ક કે સાંઠગાંઠ હોવાનું બહાર આવે, તો માત્ર બુટલેગરો સામે કાર્યવાહી પૂરતી ન ગણાય અને આવા પોલીસ કર્મચારીઓ સામે પણ ખાતાકીય તપાસ કરી સસ્પેન્શન અથવા બદલી જેવી કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.
સમગ્ર મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ),(ઇ), 81, 83, 98(2), 116(બી) તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 238 મુજબ ગુનો નોંધાયો છે. આગળની તપાસ લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. સાળુકે દ્વારા હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ