રાવકીમાં સરકારી જમીનો પર દબાણ કરનાર 3 આસામીઓને દંડ

અઠવાડિયામાં દબાણ ખુલ્લુ કરવા હુકમ
લોધીકા તાલુકાના રાવકી ગામે આવેલી કિંમતી સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે પેશકદમી કરનારા તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી પડતર જમીન પર કમ્પાઉન્ડ વોલ અને કેબિન બનાવી કબજો જમાવી બેઠેલા ત્રણ આસામીઓ સામે લોધીકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ચુકાદો આપીને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવાનો તેમજ રૂા. 8,045નો દંડ ભરવાનો આદેશ કર્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર, લોધીકાના નાયબ મામલતદાર (દબાણ) દ્વારા રાવકી ગામ વિસ્તારમાં સરકારી જમીનોની તપાસણી અને ફેરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન રાવકી ગામના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 328 (જૂના સર્વે નંબર 206 પૈકી 118/ પૈકી 1/પૈકી 1)ની કુલ 31-13-15 ચો.મી. જમીન પૈકી આશરે 240 ચોરસ મીટર જમીન પર દબાણ હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, રાજકોટના આંબેડકર નગર (ખોડીયારપરા પાસે) રહેતા સુરેશભાઈ ખોડાભાઈ ડાંગર, રમેશભાઈ લાલજીભાઈ ડાંગર તથા સુધીર મુળજીભાઈ રાખસીયા દ્વારા આ સરકારી જમીન પર ફરતે કમ્પાઉન્ડ વોલ, એક ઝાંપો અને નાની કેબિન બનાવીને ગેરકાયદે કબજો જમાવી લેવાયો હતો. જે અંગે નાયબ મામલતદાર (દબાણ) દ્વારા વિલેજ મેપ ટ્રેસિંગ અને કગઉ ફોર્મ-3 સાથે 10 ઓગસ્ટ 2026ના રોજ મામલતદાર સમક્ષ કલમ-61 અને 202 હેઠળ દબાણ કેસ દાખલ કરવા દરખાસ્ત રજૂ કરાઈ હતી. આ કેસની સુનાવણી દરમિયાન સામાવાળાઓને પોતાનો પક્ષ રજૂ કરવા માટે તંત્ર તરફથી તા. 18/08/ 2026, તા. 25/08/2026 તેમજ આખરી મુદત તા. 01/09/2026 આપવામાં આવી હતી. તેમ છતાં સામાવાળાઓ એકપણ મુદતે હાજર ન રહેતાં મામલતદારે ઉપલબ્ધ દસ્તાવેજો અને પંચરોજકામના આધારે સરકારી જમીનમાં અનધિકૃત દબાણ સાબિત માનીને કેસનો આખરી નિકાલ કર્યો હતો. જંત્રી મુજબ દંડ ફટકારાયો, અન્યથા કલમ 202 હેઠળ ડિમોલિશનસરકારના સુધારેલા પરિપત્રો અને બમણી થયેલી જંત્રી દર (ચો.મી. 1,676) મુજબ 2 વર્ષની કિંમત 8,04,480ના 1% લેખે ત્રણેય દબાણકારોને સંયુક્ત રીતે 8,045નો દંડ ફટકારવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ