ફલ્લા પંથકના ગામડાઓને સિંચાઈ માટે કેનાલ મારફત પાણી આપવા ધારાસભ્યની રજૂઆત

જમીન સંપાદનની પ્રક્રિયામાં પુરૂ વળતર આપવા, પ્લોટધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવા સહિતના પ્રશ્ર્નોની રજૂઆત કરાઈ

ઉંડ-1 સિંચાઇ યોજના નાં ડાબા કાંઠા ની કેનાલ દ્વારા ફલ્લા થી ઉપર ના ગામડા ઓ ના ખેડુતોને સિંચાઇ માટે તાત્કાલિક કેનાલ દ્વારા પાણી આપવા અંગે તેમજ વિકાસના અને અન્ય પ્રશ્નોની જીલ્લા ફરીયાદ સમિતીની બેઠકમાં રજુઆત ઘારાસભ્ય, રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી હતી
જીલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવેલ જીલ્લા ફરીયાદ સમિતીની બેઠકમાં ધારાસભ્ય એ જામનગર જીલ્લાના અલગ-અલગ વિભાગના ચાલુ અને પેન્ડીંગ પ્રશ્નો રજુ કરેલ હતા. જેમાં મુખ્યત્વે જામનગર તાલુકાના ફલ્લા થી ઉપરના ગામડાઓમાં હાલમાં થયેલ વરસાદ ખુબ જ ઓછો હોય સિંચાઇ માટે પાણીની ખુબ જ અછત છે. અને સુકાતાં મોલને પાણી . મળી રહે તે માટે ઉંડ-1 સિંચાઇ યોજનાનાં ડાબા કાંઠાની કેનાલ દ્વારા ફલ્લા થી ઉપરના ગામડાઓના ખેડુતોને સિંચાઇ માટે તાત્કાલિક કેનાલ દ્વારા પાણી આપવા ભારપુર્વક રજુઆત કરેલ. તે સિવાય માર્ગ અને મકાન, જમીન, પાણી પુરવઠા, પી.જી.વી.સી.એલ., મત્સ્ય વિભાગ, ફોરેસ્ટ વિભાગ ના જુદા-જુદા ગામોના પ્રશ્નો રજુ કરેલ હતા. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડુતો અને માલધારીઓ માટે ઘાસચારાની અછતની સ્થિતિ સર્જાયેલ છે. માલધારીઓને અને ખેડુતોને ઘાસચારાના કારણે મુશ્કેલી ન પડે તે માટે રાહતદરે ઘાસ વિતરણ કરવા ઘાસ ડેપો ચાલુ કરવા તેમજ ઘાસકાર્ડ વિતરણ કરવા કલેકટરને ખાસ રજુઆત કરેલ. તેમજ રારકાર ના જુદા જુદા વિભાગોને વિકાસના પ્રશ્નો રજુ કર્યા હતા. સિંચાઇ વિભાગના પ્રશ્ન અતંર્ગત જામનગર તાલુકાના ખંભાલીડા મોટોવાસ ગામે રણજીતસિંહ લાલુભાની વાડીની બાજુમાં આવેલ ચેકડેમ રીપેર કરવા.
જમીનના પ્રશ્નમાં મુખ્યત્વે જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામે નેશનલ હાઇવે માટેની જમીન સંપાદનની પ્રક્રિયામાં પુરૂ વળતર ચુકવવા , જામનગર જીલ્લાના જે ગામોમાં રમતગમતના મેદાન ન હોય તેવા ગામોમાં રમતગમતના મેદાન બનાવવા, વોર્ડ નં.6 ની વાયુનગર અને સેનાનગર સોસાયટીના મકાનોને રેગ્યુલાઈઝ કરવા., સચાણા ગામે બીનખેતી થયેલ સર્વે નં.માં પ્લોટ ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવા., ખીજડીયા ગામના ગામતળને નવા સર્વે નં.મુજબ નકશા મુજબ માપણી કરી આપવી, ખારાબેરાજા ગામે નિમ થયેલ ગામતળની નોંધ પાડવી., મહેસુલી તલાટીઓને સરકાર દ્વારા નક્કી થયેલ જોબચાર્ટની અમલવારી કરાવવી., સચાણા ગામે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવેલ તેમાં બાકી રહેનારાઓને પ્રોપર્ટીકાર્ડ આપવા. માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નોમાં લાલપુર ચોકડી થી લાલપુર જતાં રોડ પર ચંગા પાટીયા પાસે સ્પીડ બ્રેકર મુકવા., તેમજ ચેલા બસ સ્ટેશન પાસે સ્પીડ બ્રેકર મુકવા., જોડીયા તાલુકાના બાદનપર ગામ પાસે ફુન્ડ તરફ જવા માટેના રોડની ઉંચાઇ વધુ હોવાથી ઉંડ-રના પાટીયા ખોલે ત્યારે બાદનપરના ઘણા વિસ્તારમાં 4 થી 5 ફુટ જેટલું પાણી ભરાઈ જતું હોવાથી પ્રશ્નનું નિરાકરણ કરવું., સીક્કા, સાપર અને બેડ ગામના પાટીયા પાસે બન્ને બાજુ બસ સ્ટેન્ડ બનાવવા. પાણી પુરવઠાના પ્રશ્નોમાં ચેલા ગામે તક્ષશીલા સોસાયટીમાં શુધ્ધ પીવાલાયક પાણી આપવું.. જોડીયા ગામે પાણી વિતરણ અનિયમિત હોય નિયમિત પાણી વિતરણ કરવું., મોટા. થાવરીયા,મુંગણી, ધુતારપર ગામે નર્મદાનું પાણી પુરતું મળતું ન હોય નિયમિત અને પુરતું પાણી આપવું., કાલાવડ તાલુકાના હરીપર(મેવાસા) ગામે પાણીની પાઇપલાઇન તુટેલી હાલતમાં હોઇ રીપર કરાવવી કે જરૂરીયાત મુજબ નવી નાખવી., ગોરધનપર ગામે રામવાડી વિસ્તારમાં પાઇપલાઇન નાખેલ છે. પરંતુ પાણી વિતરણ કરવામાં આવતું ન હોય નિયમિત પાણી વિતરણ કરાવવું. પી.જી.વી.સી.એલ. અતંર્ગત ચેલા ગામે નદીના સામા કાંઠે આવેલ અરજદારોને જે.જી.વાય વીજ કનેકશન આપવા., ખીમરાણા ગામે ચાર વાડી વિસ્તારોમાં જે.જી.વાય કનેકશન આપવા., ગોકુલનગર તથા સાપર સબ ડિવીઝનમાં એ.જી.કનેકશનમાં ટ્રીપીંગ આવતું હોય તેમજ ગામમાં નિયમિત વીજપુરવઠો મળતો ન હોય નિયમિત આપવો., પસાયા ગામે રૂપારેલ ફિડરમાં લોડ વધારાનો પ્રશ્ન હોય જરૂર હોય એ.જી.માં વિભાજન કરી લોડ ઓછો કરવો. પંચાયત વિભાગના પ્રશ્નો અંતર્ગત ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી બનેલ મકાનના હપ્તા તાત્કાલિક ચુકવવા. મત્સય વિભાગના પ્રશ્ન અંતર્ગત જામનગર જીલ્લાના સચાણા, જોડીયા, બેડી, સીક્કા, રસુલનગર વિ.ગામોના માછીમારોને કે.સી.સી. ધિરાણ આપવુ, તેમજ આ માછીમારોને ડીઝલકાર્ડ આપવા., તેમજ બાકી રહેતા કોલ(પરવાના) આપવા વગેરે 49 જેટલા પ્રશ્નો ધારાસભ્ય. રાઘવજીભાઇ પટેલે રજુ કર્યા હતા .જેમાં મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવેલ અને બાકી રહેલ પ્રશ્નો ટુંક સમયમાં હાથ પર લઇ નિકાલ કરવા લગત વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ