આસપાસના લોકોમાં ભયનો માહોલ
ઉના તાલુકાના આમોદ્રા ગામના ખારા તળાવ વિસ્તાર માં એક મોટો મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ખોડિયાર માતા મંદિર નજીક પાણી ભરાયેલા વિસ્તારમાં દિવસ દરમિયાન મગર જોવા મળ્યો હતો. રોડ પરથી પસાર થતા લોકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો, જેહાલસોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, ઉના પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. આમોદ્રા ગામના ખારા તળાવ વિસ્તારમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે.સ્થાનિકોનું અનુમાન છે કે, વહેતાપાણી સાથે મગર તણાઈને આ વિસ્તારમાં આવી હશે આમોદ્રાના ખારા વિસ્તાર પાસે આવેલા ખોડિયાર માતા મંદિર નજીક પાણી ભરાયેલા તળાવમાં વિશાળ મગર જોવા મળી હતી. દિવસના સમયે પાણીમાં મગર દેખાતા રોડ પરથી પસાર થતા લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. સ્થાનિકોએ મગરના આ દૃશ્યો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા હતા. વીડિયોમાં મગર પાણીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. મોટો મગર દેખાતા આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ, મગર પાણી ના પ્રવાહમાં આગળ નીકળી ગઈ હતી. વરસાદી પાણી ને કારણે નદી-નાળા અને તળાવ વિસ્તારોમાં જળચર પ્રાણીઓ આવવાની શક્યતા વધી છે, ત્યારે આ ઘટના સામે આવી છે. આમોદ્રાના ખારા તળાવ વિસ્તાર અને રોડ નજીક મગર જોવા મળતાં સ્થાનિકોમાં સુરક્ષાની ચિંતા વધી છે. મગર ફરીથી રહેણાક કે અવરજવરવાળા વિસ્તારમાં ન આવે તે માટે વન વિભાગ દ્વારા સ્થળની તપાસ કરી જરૂરી સાવચેતીના પગલાં લેવાય તેવી સ્થાનિકોમાં માંગ છે. જોકે, મગર ક્યાંથી આવી અને હાલ કયા વિસ્તારમાં છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. સ્થાનિકોએ પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવું જરૂરી છે.
