ગીરનો વનરાજ હવે વનમાં નથી, શેરીમાં છે,જડ કાયદા નિષ્ક્રિય તંત્ર અને ભય હેઠળ જનતા

ઉના, ગીરગઢડા પંથકની વાસ્તવિક તપાસ વનવિભાગની નિષ્ફળતા અને માલધારી પરના અત્યાચારની કહાની

ગીરનો સિંહ આજે જંગલ છોડીને ઉના-ગીરગઢડાની શેરીઓમાં કેમ ભટકે છે? જવાબ સિંહ નથી, જવાબ સિસ્ટમ છે. વન વિભાગના જડ, અંગ્રેજોના જમાનાના કાયદાઓ અને ખુરશીમાં બેઠેલા અધિકારીઓની નિષ્ક્રિયતાએ ગીરને ખાલી કરી નાખ્યું છે. જે જંગલમાં આઝાદી પછી 300 માલધારી નેસ ધબકતાહતા,આજે 5-6 બચ્યા છે.માલધારીને ગુનેગારનીજેમકાઢી મુકવા માં આવ્યો, પણ તેની સાથે જંગલનું સંતુલન પણ કાઢી મુકાયું. આજે ભૂખ્યો સિંહ જંગલમાં નથી, તે ઉનાની ગલીમાં છે, કારણ કે તેને જંગલમાં રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે.
જશાધાર પૂર્વ અને ગીરગઢડા પશ્ચિમ રેન્જમાં હવે રાત પડે એટલે સિંહ-દીપડાનું રાજ ચાલે છે. નેશનલ હાઇવે પર, શહેરી સોસાયટીઓમાં, આંબાના બાગોમાં અને ગૌશાળાઓ નજીક દરિયા કિનારે તેમનો કાયમી વસવાટ થઈ ગયો છે. સાંજે 7 વાગ્યા પછી ઉના શહેર ની દુર ની સોસાયટી અને બોર્ડર ના ગ્રામિણ વિસ્તાર માં કોઈ એકલું નીકળી શકતું નથી. પાંચ વર્ષ પહેલાં આ દ્રશ્ય નહોતું. આ સ્થળાંતર કુદરતી નથી, આ તંત્ર દ્વારા ધકેલાયેલું સ્થળાંતર છે. ગીરના સાચા રખેવાળ માલધારીઓ હતા. સિંહ અને માલધારી સદીઓથી સાથે જીવ્યા છે. પણ વનવિભાગે માલધારીને જ દુશ્મન ગણી લીધો. જડ કાયદાનો ડર બતાવીને નેસ ખાલી કરાવીને, તેમના પશુ ચરાવવા પર પ્રતિબંધ મુકીને તેમને હાંકી કાઢવામાં આવ્યા. પરિણામ શું આવ્યું? જંગલમાં ઘાસ વધી ગયું, પણ તેને ખાનારું કોઈ ન રહ્યું.ચરિયાણ બંધ થતાં જંગલ ઘટાદાર ઝાંખરા વાળું થઈ ગયું, જ્યાં નાનો શિકાર (ચિત્તલ, સાંભર)ટકી શકતો નથી. શિકાર ઓછો થયો એટલે સિંહ ભૂખ્યો થયોઅનેગામતરફ વળ્યો.જે માલધારી સિંહનેસાચવતો હતો, તેને જ કાઢીને વન વિભાગે સિંહને ભૂખ્યો માર્યો છે.
સ્થાનિક લોકો અને ખેડૂતો સાથે વન વિભાગનો વ્યવહાર અત્યંત ખરાબ હોવાની ફરિયાદો ચોમેર છે. ખેડૂતની વાડીમાં સિંહ આવીને તેની ગાય મારી જાય, તો નુકસાનીનું વળતર ચુકવી આપો માણસ બાળકો ને મોત ને ધાટ ઉતારી દે તો તેનું વળતર ચુકવી આપો પણ આ વન્યપ્રાણી આવી કેવી રીતે જાય છે તેનું નિરિક્ષણ થતું નથી. ક્યારેક તો ખેડૂતને જ આરોપી બનાવી દેવા માં આવે છે. જંગલની બોર્ડર પર રહેતા ગરીબ માણસ ને નાની ભૂલ માટે પણ જડ કાયદા હેઠળ ડરાવવામાં આવે છે, જ્યારે મોટા અધિકારીઓની નિષ્ફળતા પર કોઈ સવાલ નથી પૂછતું. કાયદો માત્ર ગરીબ અને માલ ધારી માટે જ છે, તંત્ર માટે નહીં? સરકાર કરોડો રૂપિયા આપે છે, પણ જમીન પર શું છે? 271 પાણીના પોઈન્ટની વાતો થાય છે, પણ ઉનાળામાં અડધા પોઈન્ટ ખાલી હોય છે. વન્ય અધિકારીઓની પેટ્રોલિંગ માત્ર કાગળ પર અને મુખ્ય રસ્તા પર જ દેખાય છે. અંદરના જંગલમાં કોઈ ફરકતું નથી. વન વિભાગને પોતાના જ પ્રાણીઓ ક્યાં છે તેનીખબરનથી. ૠઙજ કોલર તો શોભાના ગાંઠિયા સમાન છે. હજારો એકર ઉના-ગીરગઢડાનું જંગલ આજે ખાલીખમ પડયું છે, જ્યારે સિંહ ઉનાની સોસાયટીમાં આંટા મારે છે. આનાથી મોટી નિષ્ફળતા બીજી શું હોઈ શકે?
ગામડાની બહાર મરેલા પશુઓના ખુલ્લા ડમ્પિંગ યાર્ડ એ વન્યપ્રાણીઓ માટે ધીમું ઝેર છે. સડેલું, રોગિષ્ટ માંસ ખાઈને સિંહ-દીપડા બીમાર પડે છે અને મરે છે. પણ દર વખતે વન વિભાગનો એક જ જવાબ કુદરતી મોત.વારંવાર થતા મોત પાછળનું સત્ય ક્યારેયઉજાગર થતું નથી. સત્યને દબાવી દેવામાં આવે છે, કારણ કે જો સત્ય બહાર આવશે તો તંત્રની બેદરકારી ખુલ્લી પડી જશે ઉના-ગીરગઢડાના લોકો હવે ભય હેઠળ જીવવા માંગતા નથી. તેમને સિંહ પ્રત્યે નફરત નથી, તેમને તંત્ર ની નિષ્ફળતા પ્રત્યે રોષ છે. તાત્કાલિક પગલાં લેવા પડશે
માલધારી વગર ગીર અધૂરું છે. તેમને સન્માન સાથે નેસમાં પાછા લાવવા પડશે, જડ કાયદામાં સુધારો કરો લોકોને ડરાવવાને બદલે તેમને ભાગીદાર બનાવોવળતર ની પ્રક્રિયા કરતાં માનવ ની જીંદગી કેટલી કિંમતી છે તે વિચારો વન્યપ્રાણી ની સુરક્ષા પ્રત્યે નિષ્ઠા બતાવો ઉના ગીરગઢડા તાલુકા મા વન વિભાગનો થર્મલ ડ્રોન અને 24ડ્ઢ7 કંટ્રોલ રૂમ બનાવો, જે ખરેખર કામ કરે. ડમ્પિંગ બંધ કરો મરેલા પશુઓના નિકાલ માટે વૈજ્ઞાનિક, બંધ વ્યવસ્થા બનાવો.જો હજુ પણ આંખ નહીં ઉઘડે, તો એક દિવસ ગીરનું જંગલ તો ખાલી રહેશે જ, પણ ઉના ગીરગઢડાની શેરીઓમાં પણ માણસ નહીં રહે, માત્ર સિંહ રહેશે.

અખબારોને સત્ય હકીકત આપવા માટે અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા છે
ઉના ગીરગઢડા પંથકમાં ગીર પૂર્વની અને પશ્રિમ રેન્જ હેઠળ આવતી કચેરી ના અધિકારી પાસે ગીરગઢડા ઉના પંથકમાં છેલ્લા પાંચ વર્ષમાં કેટલાં વન્યપ્રાણી વધ્યા? કેટલા વન્યપ્રાણી ના હુમલા થયાં? કેટલાક વન્યપ્રાણી ના કારણે લોકો અને પશુધન ના મોત થયાં તેની વિગતો માંગતા સ્પષ્ટ રીતે આપવા મનાઈ કરી એક બીજા અધિકારીઓ ના હવાલા આપી માહિતી આપવા મિડિયા ને ખો આપી રહ્યા છે અરે સાહેબો જે રેકર્ડ ની માહીતી આપવી એતો તમારી જવાબદારી બને છે કે નહીં? આનો અર્થ એ થાય કે તમે કંઇક છુપાડી રહ્યા છો!

રિલેટેડ ન્યૂઝ