ઈન્દુબાઈ મ.સ. તીર્થધામમાં શનિવારથી આયંબિલ ઓળી, આરાધના મહોત્સવ

9 દી ત્રિરંગી સામાહિક વ્યાખ્યાન સમૂહ જાપ, પ્રતિક્રમણનું આયોજન

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્રના સિંહણ બા. બ્ર. ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ માં તા. 17/10/26 શનિવાર થી 25/ 10/26 રવિવાર સુધી શાશ્ર્વતી આયંબિલ ઓળીનું તપભીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સવારે 9.30 થી 10.30 વ્યાખ્યાન, 10.30 થી 11.30 સમૂહ જાપ, 11.30 થી 12.00 નવપદ આરાધના વિધિ, 9 થી 11 ત્રીરંગી સામાયિક, બપોરે 12 થી 1 અમૃત આયંબિલ, ભોજન તેમજ સાંજે 7 થી 8 પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ જુદા જુદા વિષયો પર મહાસતીજી પોતાની લાક્ષણિક શૈલીમાં વ્યાખ્યાન ફરમાવશે. જેમાં આયંબિલ તપનો મહિમા, આયંબિલ તપના ફાયદા, કર્મની હળવાશ રસ-પરિત્યાગ શું છે ? શાશ્ર્વતી ઓળીનું મહત્વ શું ? વગેરે વિવિધ વિષયો પર વ્યાખ્યાન ફરમાવશે. 12.00 વાગ્યે શુદ્ધ સ્વચ્છ જૈન સિદ્ધાંત મુજબ આયંબિલ ભોજન કરાવવામાં આવશે. જેમને નાલંદા તીર્થધામમાં આખી ઓળી તેમજ છૂટક આયંબિલ કરવાના ભાવ હોય તેમણે પોતાના નામ તથા પાસ તારીખ 15/10/26ને ગુરુવાર સુધીમાં લખાવી મેળવી લેવાના રહેશે. વ્યાખ્યાન સામાયિક, જાપ તેમજ પાટલે પ્રભાવના આ દરેક આયોજનમાં જુદા જુદા અનેક દાતાઓ તરફથી બહુમાન કરવામાં આવશે. નાલંદા સંઘમાં આયંબિલની ઓળીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આયંબિલ તપ કરવા અને કરાવવાથી સંસારના પાપ, તાપ અને પરીતાપ દૂર થાય છે. તો આ અમારા અભિનવ આયોજનમાં લાભ લેવા સમગ્ર જૈન સમાજને ભાવભર્યું આમંત્રણ છે. જેમણે જીવનમાં એક પણ આયંબિલ ન કરી હોય તેવા સાધક પણ પૂજ્ય મહાસતીજીની પાવનભૂમિની જોરદાર પરમાણુથી તથા તેમના આશીર્વાદથી પ્રત્યાખ્યાન કરી પૂર્ણતાને પામે છે. આખી ઓળી કરનાર દરેક સાધકે પ્રત્યાખ્યાન નાલંદા ઉપર લેવાના રહેશે. નાલંદા તીર્થધામની ભૂમિ જ કોઈ અનુપમ છે. મહાસતીજીની અખંડ સાધનાના પાવરફુલ વાઇબ્રેશન જેને પણ સ્પર્શે છે તે સહુને તપ, ત્યાગ, જ્ઞાન,ધ્યાનની ભાવના સહજ જાગે છે. ઉપાશ્રયમાં ચારે બાજુ તથા ત્યાગનો માહોલ સર્જાશે આ પ્રસંગને આખરી ઓપ આપવા માટે ચંદ્રભક્ત મંડળ, શાલીભદ્ર ગ્રુપ, સોનલ સાહેલી મંડળ સતત જહેમત ઉઠાવી રહ્યું છે. તેમજ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ