ભાણવડ તાલુકાના આંબરડી ગામે ત્રણ પાટીયાની બાજુમાં રહેતા દીપુ માલદે ભાઈ ઓઘડભાઈ ખૂંટી નામના શખ્સ સામે ઉપલેટા પોલીસ મથકમાં છેતરપિંડી અંગે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ઉપરોક્ત શખ્સ નાસતો ફરતો હોય, આ શખ્સ હાલ ભાણવડ નજીકના આંબરડી ગામના પાટીયા તરફ આવતો હોવાની બાતમી એસ.ઓજી. સ્ટાફને મળતા સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી કરી, તેને આ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેની પૂછપરછ કરતા તેણે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડી અંગેના કેસની કબુલાત આપી હતી. આ પછી પોલીસે તેની અટકાયત કરી, આગળની કાર્યવાહી અર્થે તેનો કબજો ઉપલેટા પોલીસને સોંપી દીધો હતો. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા તેમજ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
પડધરીના ધુળીયા દોમડામાં લગ્નના એક જ મહિનામાં નવોઢાનો ઝેર પી આપઘાત
લોધીકાના રાવકી ગામે આર્થીક ભીંસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પીધી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા... -
ધોકડવા IIFL ગોલ્ડ લોન કૌભાંડ : રૂ. 1.42 કરોડની ઉચાપતની ફરિયાદ, 41 લોનમાં ગેરરીતિનો આક્ષેપ
41 ગ્રાહકોના સોનાના વજન અને કેરેટમાં કથિત ગેરરીતિ કરી કંપનીને રૂ. 1 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાની... -
કાલાવડ, ધ્રોલ,જોડીયા અને આમરણ ચોવીસી વિસ્તારની સ્થિતિ ચિંતાજનક
ખેડુતોને રાહત પેકેજ આપવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની માંગણી 76-કાલાવડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈએ ચાવડા દ્વારા માનનીય...
