જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશન દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મહત્વની સફળતા મળી છે. દાહોદ જિલ્લાની લીમખેડા સેશન્સ કોર્ટના સ્પે. પોક્સો કેસ નંબર 02/2022 માં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મેહુલભાઈ ભીખાભાઈ સેલોત (રહે. રણધીકપુર, સેલોત ફળીયુ, તા. લીમખેડા, જી. દાહોદ) ને વંથલી પોલીસે ઝડપી લીધો છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી રવિરાજસિંહ પરમારની સૂચના મુજબ વંથલી પોલીસ ઈન્સ્પેક્ટર એન.એન. તળાવિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે આરોપીને ખોખરડા ગામના પાદરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કામગીરીમાં પી.આઈ. એન.એન. તળાવીયા, હેડ કોન્સ્ટેબલ એસ.પી. દાફડા, જે.આર. ઝાલા તથા કોન્સ્ટેબલ દિલીપભાઈ ડાંગર, સંજયભાઈ સિસોદિયા અને નિપુણભાઈ સોનારા સામેલ રહ્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉપલેટાના છેતરપિંડીના કેસનો આરોપી ભાણવડ પંથકમાંથી ઝડપાયો
ભાણવડ તાલુકાના આંબરડી ગામે ત્રણ પાટીયાની બાજુમાં રહેતા દીપુ માલદે ભાઈ ઓઘડભાઈ ખૂંટી નામના શખ્સ સામે... -
પડધરીના ધુળીયા દોમડામાં લગ્નના એક જ મહિનામાં નવોઢાનો ઝેર પી આપઘાત
લોધીકાના રાવકી ગામે આર્થીક ભીંસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પીધી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા... -
ધોકડવા IIFL ગોલ્ડ લોન કૌભાંડ : રૂ. 1.42 કરોડની ઉચાપતની ફરિયાદ, 41 લોનમાં ગેરરીતિનો આક્ષેપ
41 ગ્રાહકોના સોનાના વજન અને કેરેટમાં કથિત ગેરરીતિ કરી કંપનીને રૂ. 1 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાની...
