મોરબીમાં સ્પા વર્કર યુવતિનો ધાબા પરથી પડીને આપઘાત

પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

મોરબીના લીલાપર રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સીમાં રહેતી 28 વર્ષીય યુવતીએ ધાબા પરથી નીચે પડતું મૂકી આપઘાત કાર્યના બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલા ઓમકાર રેસીડેન્સી 201 માં રહેતી અંબીકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી ઉવ.28 મૂળ મધ્યપ્રદેશના રિવા જીલ્લાના ગાઢા ગામની વતનીએ ગઈ તા.11/03ના રોજ ઉપરોક્ત રેસીડેન્સીના ધાબા પરથી નીચે પડતું મુકતા ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત થયાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના ભાઈ મંગલેશકુમાર ગુલાબરાય માંઝી હાલ રહે સુરત વાળાએ આપેલ વિગતોમાં મૃતક યુવતી છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં એકલી રહેતી હતી અને સ્પા ખાતે કામ કરતી હતી. ત્યારે એકલવાયા જીવનથી કંટાળી પોતે પોતાની જાતે આ પગલું ભરી લીધું હતું. હાલ સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.
ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબીના સમાં કાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રૂથ્વિરાજસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ ઉવ.35એ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા તેમને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ