સૌરાષ્ટ્ર યુનિ.માં પોલીસની હાજરીમાં જ એબીવીપી-એનએસયુઆઈના કાર્યકરો બાખડ્યા

એનએસયુઆઈના કાર્યકરોએ શિક્ષણમંત્રી, સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા મામલો બિચક્યો

સૌરાષ્ટ્ર યુનિ. ખાતે કુલ્પતિ ચેમ્બરમાં આજે બપોરના એનએસયુઆઈ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો વચ્ચે પોલીસ અને કુલપતિની હાજરીમાં મારામારી થતા ધબધબાટી બોલી જવા પામી હતી. જેમાં ચાર જેટલા કાર્યકરોને પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવેલ હતા. જો કે આ મામલામાં કુલપતિએ વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરવાની ના પાડતા બંને યુનિયનોના એક પણ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ન હતી. યુનિ.ના કુલપતિ ધબધબાટીએ ચેમ્બરમાં બોલેલી ઉચ્ચ શિક્ષણ જગતમાં ખાસી થયો જગાવી દીધી છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ સમક્ષ વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે આજે બપોરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. જે બાદ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ એનએસયુઆઈના કાર્યકરો પણ યુનિ.ની બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયામાં 141 જેટલા ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવી હોય અને ભરતી પ્રક્રિયામાં અનામતના ધોરણોનું પાલન થયું ન હોય આ મામલે રજુઆત કરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રી ત્યાર સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. જે બાદ અખિલ ભારતીય પરિષદના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારપછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઈના કાર્યકરો સામગારો મારામારી અને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. જેમાં ચાર જેટલા કાર્યકરોને ઈજા પહોંચ્યાનું પણ જાણવા મળેલ છે. ફુલપતિ ચેમ્બરમાં જ આ મારામારી થતા તેના ઉચ્ચ શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાયાતો પડયા છે.

રિલેટેડ ન્યૂઝ