મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ‘જનરલ નોલેજ સ્પર્ધા’ યોજાશે

શ્રી મહેર સોશિયલ ગ્રુપ, પોરબંદર દ્વારા આયોજન: વિદ્યાર્થીઓને લાભ લેવા અને સ્પર્ધામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી

શ્રી મહેર સોશિયલ ગ્રુપ, પોરબંદર દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ‘જનરલ નોલેજ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય જ્ઞાતિના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માહોલથી સુપરિચિત કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવાનો છે. છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક યોજાતી આ સ્પર્ધાનું આ વર્ષે સતત ચોથું આયોજન છે, જેમાં ધોરણ 9 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓની સરળતા અને યોગ્ય મૂલ્યાંકન માટે સ્પર્ધાને બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં ગ્રુપ એ માં ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ અને ગ્રુપ બી માં ધોરણ 12 થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં માત્ર શાળા-કોલેજમાં અત્યારે અભ્યાસ કરતા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓ જ ભાગ લઈ શકશે. સ્પર્ધાનું પ્રશ્નપત્ર કુલ 100 ગુણનું અને 100 પ્રશ્નોનું રહેશે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો (ખઈચ) અને એક-બે શબ્દોમાં ઉત્તર આપવાના પ્રશ્નોનો સમાવેશ થાય છે, જેના માટે 1 કલાકનો સમય આપવામાં આવશે. સ્પર્ધામાં વિજેતા બનનાર પ્રથમ ત્રણ ક્રમાંકના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધા રવિવાર, 12 જુલાઈ, 2026 ના રોજ સવારે 10:00 કલાકે ડો. વી.આર. ગોઢાણિયા કોલેજ, ખીજડી પ્લોટ, પોરબંદર ખાતે યોજાશે, અને તમામ વિદ્યાર્થીઓએ સવારે 09:30 કલાકે રીપોર્ટિંગ કરવાનું રહેશે. ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ આચાર્યશ્રીના સહી-સિક્કા વાળો નિયત નમૂનાનો ફોર્મ 10-07-2026 સુધીમાં 99096 94356 નંબર પર વોટ્સએપ દ્વારા અથવા રૂબરૂ શ્રી મહેર સમાજ, ઝુંડાલા ઓફિસે, પોરબંદર ખાતે જમા કરાવવાનો રહેશે. વધુ માહિતી માટે 98252 63924, 99134 67252 અથવા 99793 64161 નંબર પર સંપર્ક કરી શકાશે. સંસ્થા દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા અને સ્પર્ધામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ