રાજકોટની સગીરાનું અપહરણ કરનાર શખ્સ મહારાષ્ટ્રથી ઝડપાયો
શહેરના કાળીપાટ ગામે રહેતા વર્ષાબેન લુણાશીયાએ જેન્તીભાઈ લુણાશીયા, પ્રકાશભાઇ જેન્તીભાઈ લુણાશીયા અને રેખાબેન પ્રકાશભાઇ લુણાશીયા સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ હતુ કે,26 જૂનના પોતે પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓએ ઘરના પાણીના બોર માથી પાણી ભરવા બાબતે જેમફાવે તેમ ભૂંડી ગાળો આપી હતી અને બોલાચાલી તેમજ ઝઘડો કરી કર્યો હતો અને પ્રકાશે ફરીયાદીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.
રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની સગીરાનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની એફઆઇઆર નોંધાઈ હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા માલવિયાનગર પોલીસ મથક સાથે સંકલનમાં રહી તપાસ કરતા સગીરા મહારાષ્ટ્રના પુના ખાતે હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને પુના ખાતેથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવવામાં આવી હતી.
