ભાણવડના ધારાગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શકુની ઝબ્બે

રૂા..12,580ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

ભાણવડનાં ધારાગર ગામે નદીના પટમાં બાવળની ઝાળીમાં તીન પતીનો જૂગાર રમતા પાંચ શકુનીઓને પોલીસે ઝડપી લીધા છે, સ્થળ પરથી પોલીસે ગંજીપતો તેમજ રોકડ રૂ. 12,580 ની રકમ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડના પી.આઈ.વી.કે કોઠીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ધારાગરમાં જૂગારનો અખાડો ચાલતો હોવાની બાતમી પરથી પોલીસ ત્યા પહોંચી હતી, તપાસ દરમ્યાન નદીનાં પટમાં બાવળની ઝાડી પાસે જૂગાર રમતા કેટલાક શખ્સો માલુમ પડ્યા હતા.
પોલીસે જૂગાર રમતા નુર માંમદ ઈસ્માઈલ ભટ્ટી રે. ફોરડી રમેશ વજસી ચાવડા રે, માનપર, કાસમ ઓસ્માણ નાઈ રે. ધારાગર, આમદ સલેમાન શેઠ રે. ધારાગર, ગુલમાંમદ અલી કોરેજા રે. ધારાગર વારાને રૂ. 12,580 ની મતા સાથે ઝડપી લીધા હતા.
જૂગારની કાર્યવાહીમાં પી.આઈ.વી.કે કોઠીયા, કિશોરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, નારણભાઈ બેલા, લાલાભાઈ ખાટલીયા, યોગરાજસિંહ ઝાલા સહિત રોકાયા હતા.

રિલેટેડ ન્યૂઝ