રિ-કન્સ્ટ્રક્શનના નામે આરોપીના જાહેરમાં વરઘોડો કાઢવાનું બંધ કરો: ડીજીનો પોલીસને કડક આદેશ

કાયદા વિરૂધ્ધ આરોપી સામે કાર્યવાહી થઇ તો પોલીસે ખુલાસો આપવો પડશે

આરોપીની જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, લાત મારવી અમાનવીય અને ગેરકાયદેસર કૃત્યો છે, આનાથી પોલીસની છબી ખરડાય છે: ઇન્ચાર્જ પોલીસ વડા રાવ

ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડાએ આરોપીના જાહેરમાં કાઢવામાં આવતા વરઘોડા ઉપર અચાનક બ્રેક મારી દીધી છે. ડીજીપી કે.એન.એલ.રાવ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક સૂચના જારી કરવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારીઓને માનવ અધિકારો અને કાયદાકીય મર્યાદાઓનું પાલન કરવા માટે ગંભીર ચેતવણી આપવામાં આવી છે.
આ આદેશનો મુખ્ય હેતુ આરોપીઓના જાહેર પ્રદર્શન અને તેમની સાથે થતી ગેરવર્તણૂકને અટકાવવાનો છે. માત્ર પાયાના કર્મચારીઓ જ નહીં, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ આ મામલે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. ઇન્ચાર્જ ડીજીપીના આદેશ મુજબ, જો તેમના કાર્યક્ષેત્રમાં કાયદા વિરુદ્ધની કોઈ પણ કામગીરી થશે, તો સંબંધિત ઉચ્ચ અધિકારીઓએ પણ તેનો જવાબ આપવો પડશે. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ર્ય ધરપકડ કરાયેલા આરોપીઓ સાથેના વ્યવહારમાં માનવીય અભિગમ જાળવી રાખવાનો અને પોલીસની છબીને વધુ ઉજળી બનાવવાનો છે. આ લેખમાં તે પરિપત્રના મુખ્ય મુદ્દાઓનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકા તૈયાર કરવા પાછળ સુપ્રીમ કોર્ટનો ’ડી.કે. બાસુ વિરૂૂધ્ધ સ્ટેટ ઓફ પશ્ર્ચિમ બંગાળ’ નો સીમાચિહ્નરૂૂપ ચુકાદો અને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી ભૌતિક વિજયભાઈ ભટ્ટ વિરૂૂધ્ધ ગુજરાત રાજ્યની રીટ પિટિશન જવાબદાર છે. અદાલતોએ અવલોકન કર્યું છે કે આરોપીઓને જાહેરમાં સરઘસ સ્વરૂૂપે ફેરવવા કે હાથકડી પહેરાવીને પ્રદર્શન કરવું એ યોગ્ય પદ્ધતિ નથી.
આ બાબતોને હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 35 થી 38 માં સમાવીને કાયદાકીય સ્વરૂૂપ આપવામાં આવ્યું છે. નવા કાયદા મુજબ, જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે પોલીસ અધિકારીએ સાવચેતી રાખવાની રહેશે જેમાં ધરપકડ કરનાર અધિકારીએ પોતાની ઓળખ સ્પષ્ટ રીતે આપવી જોઈએ. એક સાક્ષીની હાજરીમાં પ્રોપર મેમોરેન્ડમ તૈયાર કરવું. આરોપીને તેના કોઈ સગા કે મિત્રને ધરપકડ અંગે જાણ કરવાનો અધિકાર આપવો. પૂછપરછ દરમિયાન આરોપી પોતાની પસંદગીના વકીલને મળી શકે છે, જોકે સમગ્ર પૂછપરછ દરમિયાન હાજર રહેવાની છૂટ નથી. ઇગજજ ની કલમ 43(3) મુજબ, દરેક કિસ્સામાં હાથકડી પહેરાવી શકાતી નથી. હાથકડીનો ઉપયોગ ફક્ત ગંભીર ગુનાઓ જેવા કે: આતંકવાદી કૃત્યો, હત્યા, બળાત્કાર અથવા એસિડ એટેક, રીઢા ગુનેગાર અથવા કસ્ટડીમાંથી ભાગી ગયેલ વ્યક્તિ,ડ્રગ્સ કે હથિયારો સંબંધિત સંગઠિત ગુનાખોરી. આ સિવાયના સામાન્ય કિસ્સાઓમાં હાથકડી પહેરાવવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી આવશ્ર્યક છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તપાસના કામે કે મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે આરોપીના આત્મસન્માનનું હનન ન થવું જોઈએ. જાહેરમાં ઉઠક-બેઠક રાવવી, ઘૂંટણિયે ચલાવવો, લાત મારવી કે માફી મંગાવવી એ અમાનવીય કૃત્યો છે અને તેનાથી પોલીસની છબી ખરડાય છે. આવા વર્તનને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેની જવાબદારી જે તે વિસ્તારના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કમિશ્ર્નર,જીલ્લા પોલીસ વડા કે ડીવાયએસઆપી કક્ષાના અધિકારીઓની રહેશે. જો કોઈ પણ પોલીસ કર્મચારી માનવ અધિકારોના ભંગ બદલ દોષિત જણાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. રાજય પોલીસ વડાનો આ આદેશ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે નાગરિકોના મૂળભૂત અધિકારો વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો એક પ્રશંસનીય પ્રયાસ છે. તે સુનિશ્ર્ચિત કરે છે કે ગુનેગાર સામેની તપાસ ન્યાયી હોય અને તેની વ્યક્તિગત ગરિમા જળવાઈ રહે તે માટે છે.

રિલેટેડ ન્યૂઝ