પત્નિનું ઘટના સ્થળે જ મોત, પતિને ગંભીર ઇજા
સુરેનન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હડાળા ગામ નજીક ધાંધલપુરના પતિ પત્નીને કાર ચાલકે અડફેટે લેતા પતિની હાલત ગંભીર છે અને પત્નીનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું ત્યારે 38 વર્ષીય પ્રતિભાબેન પાટડીયા નું મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે અને બે બાળકો માતાની છત્રછાયા ગુમાવી છે. આ અંગેની વિગતમાં ધાંધલપુરનું દંપતિ વ્યવહારિક કામ અર્થે મેાંંડી સાંજે ધાંધલપુર થી પોતાનું મોટરસાયકલ લઇ અને સાયલા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન હડાળા ગામના પાટીયા નજીક બેફામ પૂર ઝડપે આવતી કાર ચાલકે દંપતીને હડફેટમાં લેતા જેમાં પતિને માથાના અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. પ્રતિભાબેન પાટડીયા નું મોત નીપજવા પામ્યું છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાંચ કલાક સુધી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડેટબોડી પડી રહી ત્યારબાદ સ્થાનિક આગેવાનો દ્વારા વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણાને ફોન કરવામાં આવ્યો અને તેમની ભલામણ બાદ પીએમ કરવામાં આવ્યું હતું.જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા રોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલની નબળી કામગીરી સામે પણ પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા હતા. પીએમ કરી અને મૃતદેહ સોંપવામાં આવતા પોલીસ વિભાગે પણ હવે આ કારચાલક ની શોધખોળ હાથ ધરી છે.
