એપસ્ટીન ફાઇલ્સ- ૧૯૯૯થી હયાત હોટેલ્સના ચેરમેનનું રાજીનામું

અમેરિકાના યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથેના સંબંધોનો ખુલાસો થયા બાદૃ દૃુનિયાભરમાં રાજીનામાનો દૃોર ચાલુ છે. તાજેતરનું રાજીનામું હયાત હોટેલ્સના કાર્યકારી અધ્યક્ષ અબજોપતિ થોમસ પ્રિત્ઝકરનું છે. તેઓ ૧૯૯૯થી આ પદૃ પર હતા. અમેરિકી ન્યાય વિભાગની ફાઇલ પરથી જાણવા મળ્યું છે કે ૨૦૦૮થી એપસ્ટીન અને પ્રિત્ઝકર સતત સંપર્કમાં હતા. ૨૦૧૮માં એપસ્ટીને પ્રિત્ઝકરને તેની ગર્લફ્રેન્ડની દૃક્ષિણ-પૂર્વ એશિયા યાત્રાની વ્યવસ્થામાં મદૃદૃ કરવા વિનંતી કરી હતી.૨૦૧૫નો એક અન્ય ઇમેઇલ દૃર્શાવે છે કે એપસ્ટીને દૃુબઈમાં રોકાણ વધારવા માટે ડીપી વર્લ્ડના સીઈઓ બિન સુલેયમ અને પ્રિત્ઝકરને જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સુલેયમ અને જેસ સ્ટેલી વચ્ચે વ્યાપારી સંબંધો વધારવાનો પણ પ્રયાસ કર્યો, જે તે સમયે જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીમાં વરિષ્ઠ કાર્યકારી હતા.
થોમસ જે. પ્રિત્ઝકર, પરિવારના ૧૩ અબજોપતિ હોટલ વારસદૃારોમાં બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની સંપત્તિ ૬.૨ અબજ ડોલર છે. તેઓ ૧૯૯૯ થી હયાતના અધ્યક્ષ અને ૧૯૯૯ થી ૨૦૦૬ સુધી સીઈઓ રહૃાા હતા.

રિલેટેડ ન્યૂઝ