તહેરાન: ઈરાન પરના હુમલાના પ્રથમ દિવસે જ આયાતુલ્લાહ ખામેનેઈને ખત્મ કર્યા બાદ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાની રાષ્ટ્રીય સલામતી કાઉન્સીલના સેક્રેટરી અલી લારીજાની તથા ઈરાની લશ્કરના કમાન્ડર સહિત અનેક ને ખત્મ કર્યો છે. ઈઝરાયેલના સૈન્ય વડા લેફ. જનરલ ઈયાલ જમીદે જણાવ્યુ હતું કે ગઈરાત્રીના હુમલામાં અલી લારીજાની ઉપરાંત ઈરાની સૈન્યના કમાન્ડર સહિત અનેક લોકો માર્યા ગયા છે. જો કે ઈરાન તરફથી હજુ તેની કોઈ પુષ્ટી કરાઈ નથી. અલી લારીજાની ઈરાનમાં અત્યંત મહત્વના વ્યક્તિ ગણાય છે અને અત્યાર સુધીના યુદ્ધમાં તેમાં અમેરિકા-ઈઝરાયેલના દાવા-પ્રતિદાવાઓના જવાબ વાળતા હતા. લારીજાની એ ખામેનેઈની નજીકના ગણાય છે અને તેઓ દેશની સુરક્ષા વિદેશ સહિતની નીતિઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવતા રહ્યા છે. હવે તેમનું મોત એ ઈરાન માટે મોટો ફટકો બની શકે છે. ઈઝરાયેલે અનેક ટોચના કમાન્ડરોને પણ નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. જેમાં પેરામીલીટ્રી ફોર્સના કમાન્ડર ધોલામરેથી સુલેમાનીનો પણ સમાવેશ થાય છે. જો કે આ હુમલામાં તેમાં ઘાયલ થયા છે કે મૃત્યુ પામ્યા છે તે હજુ જાહેર થયુ નથી અને ઈરાને જાહેર કર્યુ છે કે ટુંક સમયમાં લારીજાનીનો સંદેશો આવશે.
રિલેટેડ ન્યૂઝ
-
કાબુલમાં હોસ્પિટલ પર બોમ્બવર્ષાથી૪૦૦ લોકોના મોત
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક પાકિસ્તાન અન્ો અફઘાનિસ્તાન વચ્ચે સર્જાયેલા તનાવમાં મંગળવારે પાકિસ્તાન્ો કાબુલમાં એક હોસ્પિટલ... -
ઈરાને વધારી ઈઝરાયેલ-અમેરિકાની ચિંતા ઈરાને પહેલીવાર છોડી ડાન્સિંગ મિસાઈલ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના ૧૬મા દિૃવસે રવિવારે ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના ઠેકાણાઓ... -
અમેરિકાને મદદ કરવા ભારતે કોઈ ખાતરી આપી નથી,હોર્મુઝ જળમાર્ગ ખોલાવવા માટે
મદૃદૃ માટે પ્રતિસાદૃ ન મળતા ‘નાટોન્ો ટ્રમ્પ્ો આપી ચેતવણી ભારતે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી વેપારી...
