શાંતિ પ્રસ્તાવમાં યુધ્ધની નુકસાની સહિતની ઇરાનની માંગ ટ્રમ્પે ફગાવી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દૃીધો છે. આ ઘટનાક્રમ બાદૃ વૈશ્ર્વિક બજારમાં ક્રૂડ ઓઈલની િંકમતોમાં ૩%નો ઉછાળો જોવા મળ્યો છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર હજુ પણ ઠપ્પ જેવી જ છે.અમેરિકાએ વાટાઘાટો શરૂ કરવા માટે જે ઓફર આપી હતી, તેના જવાબમાં રવિવારે ઈરાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઈરાનના આ પ્રસ્તાવમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને લેબનોનમાં, જ્યાં અમેરિકાના સાથી દૃેશ ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ ચાલી રહૃાો છે. ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે આર્થિક વળતરની માંગ કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવાની જીદૃ કરી છે. અમેરિકા દ્વારા લાદૃવામાં આવેલી નૌકાદૃળની નાકાબંધી હટાવવી, સંપત્તિઓ અનફ્રીઝ કરવી અને ઈરાની તેલના વેચાણ પરનો પ્રતિબંધ દૃૂર કરવો.
ઈરાનનો આ પ્રસ્તાવ સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, મને આ પસંદૃ નથી. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે આ અંગે કોઈ વિસ્તૃત વિગતો આપી નથી, પરંતુ અમેરિકાની શરત સ્પષ્ટ છે કે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ સહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા પહેલા યુદ્ધવિરામ કરવો પડશે.
બીજી તરફ, ઈરાનના વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના વલણની ટીકા કરતા જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ કાયદૃેસર છે.
