અમેરિકા-ઇઝરાયેલની ભારે તૈયારી જોઈને ઇરાનના સૂર બદૃલાયા:અમે યુધ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ

પરમાણુ કાર્યક્રમને લઈને કોઈપણ પ્રકારનું સમાધાન નહીં: ઇરાન

અમેરિકા અને ઈઝરાઈલે ઈરાન પર ફરીથી હુમલો કરવાનું મન બનાવી લીધું છે. આ માટે બંને દૃેશો મળીને ખૂબ જ ખતરનાક તૈયારીઓ કરી રહૃાા છે. જર્મનીમાં તૈનાત અમેરિકી સૈન્ય બેઝ પરથી મોટા પ્રમાણમાં ગોળા-બારૂદૃ અને હથિયારો લઈને ડઝનબંધ અમેરિકી વિમાનો ઈઝરાઈલના તેલ અવીવમાં ઉતર્યા છે.
આ મહાયુદ્ધની તૈયારી લાગતા જ ઈરાન પણ એલર્ટ થઈ ગયું છે. તેણે ઉતાવળમાં યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કર્યું છે. ઈરાન તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદૃનમાં કહેવામાં આવ્યું છે કે હવે અમારું પૂરું ફોકસ આ યુદ્ધને સમાપ્ત કરવા પર છે.
આ સાથે જ ઈરાને એ પણ સ્પષ્ટ કરી દૃીધું છે કે, તે પરમાણુ કાર્યક્રમને લઈને કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે.
ઈરાને જણાવ્યું છે કે અમે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના નિયમો અનુસાર પોતાના પરમાણુ અધિકારો બાબતે કોઈ પણ બાંધછોડ કરવાના નથી.
ઈરાન અને અમેરિકા-ઈઝરાઈલ વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપતા કહૃાું છે કે, સમય બહુ ઓછો બચ્યો છે.
જો ઈરાન વહેલી તકે સમજૂતીના રસ્તે નહીં આવે તો તેની પાસે કંઈ જ બાકી નહીં રહે. આ નિવેદૃન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાઈલી સેનાએ છેલ્લા ૨૪ કલાકમાં ઈરાન પર ફરીથી હુમલો કરવાની પૂરી તૈયારીઓ દૃર્શાવી છે.

રિલેટેડ ન્યૂઝ