નોર્વેએ વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપી નવાજ્યા

યુએઇ બાદૃ ન્ોધરલેન્ડ અને સ્વીડનનો પ્રયાસ પુરો કરી ભારત- નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વેની રાજધાની ઓસ્લો આવી પહોંચેલા ભારતના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોરે સ્વાગત કરી રહૃાા છે.

યુરોપ ૧૦૦ અબજ ડોલરનું ભારતમાં રોકાણ કરશે:મોદી

નોર્વેએ પીએમ મોદૃીને તેમના સર્વોચ્ચ સન્માન ’ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ’થી સન્માનિત કર્યા છે. આ નોર્વેનું સૌથી મોટું સન્માન માનવામાં આવે છે.
આ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને મળેલું ૩૨મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ પહેલા ગઈકાલે સ્વીડને પણ તેમને પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા હતા.
આ પહેલા પીએમ મોદૃીએ નોર્વેની રાજધાની ઓસ્લોમાં નોર્વેના પીએમ યોનાસ સ્ટોરે સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ દૃરમિયાન તેમણે કહૃાું કે ગયા વર્ષે ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દૃેશો વચ્ચે ઐતિહાસિક વેપાર અને આર્થિક ભાગીદૃારી કરાર લાગુ થયો હતો.
પીએમ મોદૃીના મતે, આ કરાર ભારત અને નોર્વે વચ્ચે સહિયારા વિકાસ અને સમૃદ્ધિનો મજબૂત આધાર બનશે. આ કરાર હેઠળ આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણ અને ૧૦ લાખ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
૧૯ મેના રોજ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક શિખર સંમેલન યોજાશે. મોદૃીએ કહૃાું કે આ તેમના નોર્ડિક સમકક્ષોને મળવાનો એક શાનદૃાર અવસર હશે.
આ સમિટમાં નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને આઇસલેન્ડના નેતાઓ ભાગ લેશે.
આ ભારત-નોર્ડિક સમિટ પ્રથમ વખત ૨૦૧૮માં સ્ટોકહોમ અને બીજી વખત ૨૦૨૨માં કોપનહેગનમાં યોજાઈ હતી. આ વખતે બેઠકમાં ગ્રીન એનર્જી, ડિજિટલાઇઝેશન, રક્ષા સહયોગ, જળવાયુ પરિવર્તન અને આર્કટિક નીતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
મોદૃીની આ યાત્રા તેમના ૫ દૃેશોના પ્રવાસનો ચોથો તબક્કો છે.
આ પહેલા તેઓ ેંછઈ, નેધરલેન્ડ અને સ્વીડનની મુલાકાત લઈ ચૂક્યા છે. આ પછી તેઓ ઇટાલી જશે.

રિલેટેડ ન્યૂઝ