અમેરિકાએ હોર્મુઝમાં બે ઇરાની ડ્રોન તોડી પાડ્યા

અમેરિકાએ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યાનો ઇરાનનો આક્ષેપ

હોર્મુઝ સ્ટ્રેટ અમારો પરમાણુ બોમ્બ છે: ઇરાનની અમેરિકાન્ો ચેતવણી

અમેરિકાએ હોર્મુઝમાં બે ઈરાની ડ્રોન તોડી પાડ્યા:ઈરાનનો આરોપ- અમેરિકાએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું; ઇઝરાયલ પર આતંકી હુમલામાં એકનું મોત
અમેરિકી સેનાએ દૃાવો કર્યો છે કે તેણે આજે હોર્મુઝમાં બે ઈરાની ડ્રોન તોડી પાડ્યા છે. સેનાનું કહેવું છે કે આ ડ્રોન ત્યાંથી પસાર થતા જહાજો માટે ખતરો બની રહૃાા હતા.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકી સૈનિકોએ આ કાર્યવાહી કરી. સેનાએ કહૃાું કે તે વિસ્તારમાં કોઈપણ પ્રકારના ખતરાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.ઈરાનના વિદૃેશ મંત્રાલયે અમેરિકા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવ્યો. ઈરાની વિદૃેશ મંત્રાલયનું કહેવું છે કે અમેરિકા તણાવ ઓછો કરવાને બદૃલે પોતાની સૈન્ય કાર્યવાહીથી સમગ્ર ક્ષેત્રની સુરક્ષાને જોખમમાં મૂકી રહૃાું છે.ઈરાન લશ્કરી, વ્યૂહાત્મક અને વૈચારિક મોરચે એક સાથે અમેરિકાને જવાબ આપી રહૃાું છે. ઈરાની સંસદૃના ડેપ્યુટી સ્પીકર અલી નિકઝાદૃે કહૃાું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન માટે પરમાણુ બોમ્બ કરતાં વધુ મહત્વપૂર્ણ શસ્ત્ર છે. નિકઝાદૃે કહૃાું હતું કે, હોર્મુઝ મારો પરમાણુ બોમ્બ છે. અમેરિકા પાસે ૫ હજાર પરમાણુ બોમ્બ છે. પરંતુ જો અમારી પાસે હોત તો પણ અમે તેનો ક્યારેય ઉપયોગ ન કરીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હોર્મુઝ ફરી ક્યારેય પહેલા જેવું નહીં રહે.
તેમણે એમ પણ કહૃાું હતું કે, આ સંદૃર્ભમાં એક કાયદૃો ટૂંક સમયમાં ઈરાની સંસદૃમાં પસાર કરવામાં આવશે અને આ હાંસલ કરવા માટે પગલાં લેવામાં આવી રહૃાા છે. નિકઝાદૃે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતા કહૃાું કે, યુદ્ધ શરૂ થયા પછી ટ્રમ્પના નિવેદૃનો વિરોધાભાસી રહૃાા છે અને તેમાં વિશ્ર્વસનીયતાનો અભાવ છે. તેનાથી વિપરીત, ઈરાન યુદ્ધના મુદ્દા પર મજબૂત વૈચારિક આધાર ધરાવે છે. ઈરાનના નિવેદૃનો સ્પષ્ટપણે દૃર્શાવે છે કે, યુએસ ધમકીઓથી ડરીને, તે કોઈપણ સમાધાનના મૂડમાં નથી.
યુદ્ધવિરામ છતાં, પ્રદૃેશમાં તણાવ ઘટવાને બદૃલે વધ્યો છે. ઈરાને યુએસ હુમલાઓનો લશ્કરી રીતે જવાબ આપ્યો છે. સિરિક અને કેશ્મ ટાપુઓ પર યુએસ હુમલાના જવાબમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે પ્રદૃેશમાં દૃુશ્મન સ્થળોને નિશાન બનાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ