અમેરિકાએ ઇરાનના વધુ પાંચ ઓઇલ ટેન્કરો ઉડાવી દૃીધા

મધ્યપ્ાૂર્વમાં ફરી ભીષણ યુધ્ધ: હોર્મુઝથી જોર્ડન સુધી હુમલા

ઇરાનનો પણ વળતો જવાબ:અમેરિકાના બ્ો યુધ્ધ જહાજો, ૮ ઓઇલ ટેન્કરો, ૧૦ વ્યાપારી જહાજોન્ો નિશાન બનાવ્યા, એક માનવ રહિત જાસ્ાૂસી બોટ ઝડપી

તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચેના 7 માસથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં અચાનક જ હુમલામાં તિવ્ર વધારો થયો છે અને હવે હોર્મુઝ જળમાર્ગની મધ્યપુર્વમાં જોર્ડન સહિતના ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે મિસાઈલ-ડ્રોન હુમલામાં ભારે તબાહીના સંકેત છે. અમેરિકાએ દાવો કર્યો છે કે પર્સીયન ગલ્ફમાં ખર્ગ ટાપુઓ પરથી ક્રુડ ઓઈલનું પરિવહનના પ્રવાસની સામે પાંચ ઈરાની ઓઈલ ટેન્કર પર અમેરિકી નૌ સેનાએ બેલેસ્ટીક મિસાઈલ હુમલા કરી તમામ પાંચ ઓઈલ ટેન્કર ડુબાડી દીધો હતો. ગઈકાલે આ હુમલો થયો હતો. અમેરિકાએ જાહેર કર્યુ છે કે એમટી ચાર મીનાર સહિતના ઓઈલ ટેન્કરોનાં ખાત્મો બોલાવી દેવાય છે. હુમલા પુર્વે તેના ક્રુ તમામ ખલાસીઓને જહાજ છોડવા ચેતવણી આપવામાં આવી હતી અને બાદમાં તેના પર મિસાઈલ દાગવામાં આવ્યા હતા.
અગાઉ તા.5ના ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરને નિશાન બનાવાયા હતા. બીજી તરફ ઈરાને દાવો કર્યો છે કે રિવોલ્યુશનરી ગાર્ડ એ બે અમેરિકી યુદ્ધ જહાજ મંજુરી વગર હોર્મુઝ ઓળંગવા કોશીશ કરી રહેલા આઠ ઓઈલ ટેન્કર તથા 10 અન્ય જહાજોને નિશાન બનાવાયા છે તથા જોર્ડનમાં પણ અમેરિકી મથકો પર ડ્રોન મિસાઈલ દાગ્યા હતા.
ઈરાને દાવો કર્યો છે કે તેનો હુમલો દક્ષિણના બંદર જાસ્ક પાસે તૈનાત અમેરિકી દળો પર હતો અને હોર્મુઝથી અમેરિકાની એક આધુનિક માનવરહિત અન્ડરવોટર વેસલ પકડી લીધી છે. અમેરિકાએ ઈરાની હુમલાને સ્વીકારતા જાહેર કર્યુ કે જો ઈરાની હુમલામાં કોઈ નુકશાન થયા નથી. અમેરિકાએ દાવો કર્યો કે ઈરાન આ ઓઈલ ટેન્કરનો ઉપયોગ એક ગુપ્ત નેટવર્ક મારફત કરીને તેનું ક્રુડતેલ વેચી રહ્યા છે. ઈરાને અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ ગંભીર બનતા ક્રુડ તેમના ભાવ પણ 100 ડોલરની સપાટી કુદાવી ગયુ છે અને હવે તે કઈ બાજુ જશે તેના પર નજર છે.

રિલેટેડ ન્યૂઝ