રાજધાની કીવ પર હુમલામાં ૪ લોકોના મોત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધગતિ વિધિ તેજ થઈ ગઈ છે. યુક્રેન તરફથી ૧,૦૦૦ થી વધુ ડ્રોનથી રવિવારે રશિયા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મોસ્કો તરફથી પણ યુક્રેનના હુમલાનો જવાબ આપવામાં આવ્યો છે. આ અંગે મળતી જાણકારી અનુસાર રુસ પર થયેલા હુમલા પછી યુક્રેનની રાજધાની કિવ સહિત અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન હુમલા નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલાક વિડિયો પણ વાયરલ થયા હતા જેમાં કીવના વિસ્તારમાં હુમલા પછી લાગેલી આગ અને ધુમાડો દૃેખાતો હતો. રિપોર્ટ અનુસાર કિવના એક પત્રકારનું કહેવું છે કે સ્થાનિક સમય અનુસાર સાંજે ૭:૦૦ વાગ્યે રાજધાનીમાં ધમાકા થયા હતા. યુક્રેન ની વાયુસેનાએ કિવી તરફ આવી રહેલા રુસી ડ્રોનથી ખતરાની ચેતવણી પણ આપી હતી. જોકે આ હુમલા અંગે રૂસ તરફથી કોઈ જ જાણકારી આપવામાં આવી નથી. માનવામાં આવે છે કે મોસ્કો તરફથી જવાબી કાર્યવાહી તરીકે કિવ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૪ લોકોના મોત થયા હોવાનો દૃાવો પણ કરવામાં આવ્યો છે. કિવના ગવર્નર નું કહેવું છે કે રૂસ તરફથી એકથી વધુ દિૃવસ માટે હુમલા કરવામાં આવ્યા હતા જેમાં પાંચ જિલ્લાની ૩૧ જગ્યાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હુમલાની ખબર વચ્ચે યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોડિમીર જેલેંસ્કીએ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટ પર લખવામાં આવ્યું છે કે તેમણે ટ્રમ્પ સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી છે. આવનારા સમયમાં તે ન્યૂયોર્કમાં બેઠક પણ કરી શકે છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે તણાવ ઓછો કરવા, સુરક્ષા વધારવા, ઉર્જા, ભોજન અને લોકોની સુરક્ષા સંબંધિત મુદૃા પર વિચાર કરીને ચર્ચા કરવામાં આવશે. અમેરિકા ટીમ અને યુક્રેન સાથે મળીને કામ કરી રહૃાા છે.
મહત્વપૂર્ણ છે કે ૨૦ સપ્ટેમ્બર અને રવિવારે યુક્રેન તરફથી રૂસ પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. કિવ તરફથી ૧,૦૦૦ થી વધુ ડ્રોન મોસ્કો પર છોડવામાં આવ્યા હતા.
કિવ તરફથી આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો જ્યારે રુસમાં સંસદૃીય ચૂંટણી માટે મતદૃાન ચાલી રહૃાું હતું. રવિવારે વોિંટગનો છેલ્લો દિૃવસ હતો અને આ દિૃવસે જ ૧૦૦૦થી વધુ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો.
યુક્રેન તરફથી થયેલા હુમલામાં ૨ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું સાથે જ તેલ રિફાઇનરી ને પણ નુકસાન થયું હતું. આ હુમલાની જવાબી કાર્યવાહીમાં સોમવારે યુક્રેનના કિવ પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
