હેલ્પલાઇન નંબરો પણ જાહેર ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં હવે ઘરે બેઠા સહાયની રકમ મળશે

વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અમલમાં આવેલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (ડ્ઢમ્) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે.
પોસ્ટ માસ્ટર જનરલે વિગતો આપતા કહૃાું કે, ’ઉત્તર ગુજરાતમાં આશરે ૧.૪૭ લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહૃાા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેિંંકગ સુવિધા સાથે જોડવા માટે અમદૃાવાદૃ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. ૧૪ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા ૈંઁઁમ્ ખાતાઓ ખોલવામાં આવશે.’
વધુમાં જણાવ્યું કે, ’આ ૈંઁઁમ્ ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહી.

રિલેટેડ ન્યૂઝ