પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો

૩ દિૃગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાવો

પંજાબ અને આસામના રાજકારણમાં એકસાથે મોટા ઉથલપાથલના સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં ભાજપના પ્રદૃેશ ઉપાધ્યક્ષે કેસરિયો છોડીને ઘરવાપસી કરી છે, તો બીજી તરફ આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના બે દિૃગ્ગજ નેતાએ પંજાનો સાથ છોડી દૃીધો છે. પંજાબમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પ્રદૃેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય અરિંવદૃ ખન્ના રવિવારે શિરોમણી અકાલી દૃળ(જીછડ્ઢ)માં સામેલ થઈ ગયા છે. જીછડ્ઢ પ્રમુખ સુખબીર િંસહ બાદૃલે સંગરૂર ખાતે ખન્નાના નિવાસ્થાને જઈને તેમને પક્ષમાં આવકાર્યા અને સંગરૂર વિધાનસભા ક્ષેત્રના પ્રભારી નિયુક્ત કર્યા છે. ખન્નાએ ૨૦૨૨માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેમણે અકાલી દૃળમાં જોડાવવાને ’ઘરવાપસી’ ગણાવી છે. નોંધનીય છે કે, સંગરૂરના છછઁ ધારાસભ્ય નિંરદૃર કૌર ભરજે તાજેતરમાં ભાજપ પર ’ઓપરેશન લોટસ’ હેઠળ તેમને લાલચ આપવાનો આક્ષેપ કર્યો હતો, જોકે હરિયાણાના ઝ્રસ્ નાયબ િંસહ સૈનીએ આ આક્ષેપોનું ખંડન કર્યું છે. આસામમાં આગામી થોડા મહિનાઓમાં જ ચૂંટણી યોજાવાની છે, તે પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદૃેશ પ્રમુખ રિપુન બોરાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદૃેથી રાજીનામું આપી દૃીધું છે. બોરા ૨૦૦૧માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને તરુણ ગોગોઈ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ૨૦૧૬થી ૨૦૨૧ સુધી પ્રદૃેશ પ્રમુખ રહૃાા હતા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. રિપુન બોરા હવે ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે આસામના જ વધુ એક નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભુપેન કુમાર બોરાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દૃીધું છે. જોકે તેમણે પાર્ટી છોડવાનું કારણ જાહેર કર્યું નથી.

રિલેટેડ ન્યૂઝ