અનિલ અંબાણીને EDનું નવુ સમન્સ: તા.26નાં રોજ હાજર થવા આદેશ

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રૂ.40,000 કરોડના બેંક છેતરપિંડી કેસના સંદર્ભમાં આ સમન્સ (ED સમન્સ અનિલ અંબાણી) જારી કર્યું છે, કારણ કે તેઓ આ અઠવાડિયાની શરૂઆતમાં નિર્ધારિત તારીખે બુધવારે ઊઉ સમક્ષ હાજર થયા ન હતા. આ સમાચારની અસર અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ ગ્રુપની કંપનીઓ પર પડી રહી છે. રૂ.40,000 કરોડના બેંક છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અનિલ અંબાણીને નવું સમન્સ જારી કર્યું છે, તેમને ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે. આ સુનાવણી માટે 26 ફેબ્રુઆરી તારીખ નક્કી કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણીએ પણ બે વાર મુલતવી રાખવાની વિનંતી કરી છે અને હજુ સુધી ઊઉ સમક્ષ હાજર થયા નથી. જોકે, તેમની નવી હાજરીની તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.દરમ્યાન અનિલ અંબાણીએ જણાવેલ છે કે તે મંજૂરી વિના ભારત છોડશે નહી.

રિલેટેડ ન્યૂઝ