જો સરકાર અન્ો ખાનગી શાળાના સંચાલકો પોતાની જવાબદૃારી નહીં સમજે તો દૃેશના ૨૦ લાખથી વધુ આરટીઆઇ પાત્ર બાળકોનું ભવિષ્ય બગડશે
ખાનગી શાળાઓ તથા રાજ્ય સરકારો શિક્ષણનો અધિકાર (આરટીઆઇ)ના ૨૫ ટકા કવોટા પર છેલ્લા ઘણાં વર્ષોથી અવઢવમાં છે. આથી દૃેશના લાખો બાળકો શિક્ષણના મૌલિક અધિકારથી વંચિત રહૃાા છે.
પસંદૃગીની યાદૃીમાં નામ આવવા છતાં બાળકોના વાલીઓ શાળાના ચક્કર કાપી રહૃાા છે અન્ો રોડ પર ભૂખ હડતાળ કરી રહૃાા છે જ્યારે શાળાઓ ત્ોમના બાળકોન્ો પ્રવેશ આપતી નથી ઉપરાંત સરકાર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
મુદ્દાની વાત આ છે કે, મહારાષ્ટ્ર સરકાર પર ૨૨૦૦ કરોડ રૂપિયાનું આરટીઆઇનું દૃેવું છે. આથી ખાનગી શાળાઓ આરટીઆઇ અંતર્ગત વિદ્યાર્થીઓન્ો જે ત્ો શાળામાં પ્રવેશ આપતી નથી.
પ્ાૂણેમાં છેલ્લા ૯ મહિનામાં ૩૨૫ શાળાઓએ ૧૩૨૫૫ બ્ોઠકો જતી કરી છે. તમીલનાડુમાં ૧.૫ લાખ બાળકો શાળામાં પ્રવેશથી વંચિત રહૃાા હતા જ્યારે દિૃલ્હીમાં ૨.૦૯ લાખ અરજીઓની સામે હજારો બ્ોઠકો ખાલી છે.
ખાસ બાબત આ છે કે, સમગ્ર દૃેશમાં આરટીઆઇ કવોટાની બ્ોઠકો ભરવાનો દૃર માત્ર ૨૫ ટકા છે આથી દૃર વર્ષે લાખો બ્ોઠકો ખાલી રહે છે.
આ બાબતમાં સૌથી પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિૃલ્હી, યુપી તથા પંજાબ છે મહારાષ્ટ્રમાં ૮૬૫૧ શાળાઓ પાસ્ો ૧.૧૨ લાખ બ્ોઠકો ખાલ છે. પરંતુ દૃેવાના બહાન્ો શાળાઓ ટસની મસ થતી નથી.
તમિલનાડુમાં પોર્ટલ બંધ રાખવું તથા દિૃલ્હીમાં પ્રક્રિયા અધૂરી રહેતા લાખો બાળકો શિક્ષણથી વંચિત રહૃાા છે. આ મુદ્દે શાળાના ષડયંત્રો પણ નોંધપાત્ર છે. વિદ્યાર્થીનું નામ આવ્યું હોવા છતાં શાળામાં પ્રવેશ ન આપવો, આરટીઆઇ વાળા બાળકોથી કલાસ અલગ ચલાવવો, વધારાની ફીની વસુલાત કરવી વગ્ોરે કાર્યવાહી શાળાઓ દ્વારા કરવામાં આવે છે.
આ લાલચ વાળી જોગવાઇ શિક્ષણનો અધિકાર મતલબ કે આરટીઆઇ દ્વારા મફત શિક્ષણ નહીં પરંતુ નુકસાનીનો સોદૃો માનવામાં આવે છે. સરકાર આ બાબતનું સમાધાન કરી શકે છે.
સરકાર ઇચ્છે તો તુરંત દૃેવું ચૂકવી સુપ્રિમ કોર્ટના તાજેતરના આદૃેશ મુજબ બાઇર્િંન્ડગ નિયમ બનાવી સમાધાન કરી શકે છે પરંતુ રાજ્ય સરકારો કેન્દ્રના ૬૦ ટકા નાણાં રોકીન્ો બ્ોસી જાય છે.
વિશેષજ્ઞો કહે છે કે, દૃેશ તથા વિદૃેશના અમુક મોડલો અપનાવી આ સમસ્યાન્ો સમાપ્ત કરી શકાય છે.
સ્વીડનમાં વર્ષ ૧૯૯૨થી યુનિવર્સલ વાઉચર સીસ્ટમ છે જ્યાં બાળકો શાળામાં પ્રવેશ મેળવે ત્યારે સરકાર તરફથી ફંડ જમા કરાવવામાં આવે છે. ન્ોધરલેન્ડમાં સામાન્ય ઘરના બાળકો માટે વધુ ફંડ સરકાર આવતી હોય છે.
સૌથી મોટી વાત આ છે કે, સરકાર તથા શાળાઓ પોતાની જવાબદૃારી અદૃા નહીં કરે તો દૃેશના ૨૦ લાખથી વધુ આરટીઆઇ પાત્ર બાળકોનું ભવિષ્ય બગડશે અથવા ત્ોમનો હક છીનવાઇ જશે. હવે સમય આવ્યો છે કે, શિક્ષણના અધિકારના નિયમનું કડક પાલન થાય સરકાર આ મુદ્દે પોતાની જવાબદૃારી સમજે અને શાળાઓ જરૂરિયાત વાળા બાળકોન્ો પ્રવેશ આપ્ો.
ભારતમાં શિક્ષણના અધિકારનો કાયદૃો એ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પાયાનો કાયદૃો છે. આ કાયદૃો વર્ષે ૨૦૦૯માં પસાર કરવામાં આવ્યો હતો અને ૧ એપ્રિલ ૨૦૧૦થી ત્ોનો અમલ થયો હતો.
આ કાયદૃા અંતર્ગત ૬થી ૧૪ વર્ષના દૃરેક બાળકન્ો નજીકની શાળામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. બાળકો પાસ્ોથી કોઇપણ પ્રકારની ફી કે ખર્ચ લેવાતો નથી.
વબળા અને વંચિત જૂથના બાળકો માટે બિન અનુદૃાનિત ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બ્ોઠકો અનામત રાખવાની જોગવાઇ છે. આ બાળકોની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.
શાળામાં બાળકન્ો પ્રવેશ આપતી વેળા કોઇપણ પ્રકારની પરીક્ષા કે વાલીઓનો ઇન્ટરવ્યુ લેવામાં આવતો નથી બાળક પાસ્ો જન્મનું પત્ર ન હોય તો પણ ત્ોન્ો પ્રવેશ આપવાની ના પાડી શકાતી નથી.
કાયદૃા મુજબ શાળામાં બાળકન્ો કોઇપણ પ્રકારની શારીરિક સજા કે માનસિક પજવણી કરી શકાતી નથી. બાળકન્ો ભયમુકત વાતાવરણમાં ભણવાનો અધિકાર છે.
શાળામાં પીવાનું શુધ્ધ પાણી, છોકરા અને છોકરીઓ માટે અલગ શૌચાલય, રમતનું મેદૃાન અને વાંચનાલય જેવી સુવિધાઓ હોવી જરૂરી છે. શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓનો રેશિયો (પ્રમાણ) જળવાવું જોઇએ જેથી દૃરેક બાળક પર ધ્યાન આપી શકાય.
