૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સુધી પેપર પહોંચાડ્યાનો આરોપ
દ્ગઈઈ્ ૨૦૨૬ની પરીક્ષાના પેપર લીક થવાના મામલે તપાસ એજન્સીઓએ એક મોટા નેટવર્કનો પર્દૃાફાશ કર્યો છે. તપાસ દૃરમિયાન જાણવા મળ્યું છે કે હરિયાણાના ગુરુગ્રામમાં રહેતા એક ડૉક્ટર પાસેથી આ પેપર આશરે ૩૦ લાખ રૂપિયામાં ખરીદૃવામાં આવ્યું હતું. જમવારામગઢના બે ભાઈઓ, માંગીલાલ બિવાલ અને દિૃનેશ બિવાલે ગત ૨૬ અને ૨૭ એપ્રિલના રોજ આ પેપર મેળવ્યું હતું. ત્યારબાદૃ, દિૃનેશ બિવાલે આ પ્રશ્ર્નપત્ર તેના પુત્રને આપ્યું હતું, જે સીકર ખાતે રહીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહૃાો હતો.
આ ખુલાસા બાદૃ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. દૃહેરાદૃૂનથી પકડાયેલા આરોપી રાકેશ કુમાર મંડવારિયા વિશે તપાસમાં ચોંકાવનારી વિગતો
બહાર આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, રાકેશે આશરે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ સુધી પરીક્ષાનું પેપર પહોંચાડ્યું હતું. આ કૌભાંડમાં
પેપર પહેલા ડિજિટલ માધ્યમથી મોકલવામાં આવતું અને ત્યારબાદૃ તેની પ્રિન્ટ કાઢીને લાખો રૂપિયામાં વેચવામાં આવતું હતું. આ સાથે જ, હરિયાણાથી યશ યાદૃવ નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીઓને પેપર વેચવાનો આરોપ છે.
મેડિકલ કોિંચગના હબ તરીકે જાણીતું રાજસ્થાનનું સીકર હવે તપાસ એજન્સીઓના નિશાના પર છે.
તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ અને કોિંચગ સંચાલકોએ વોટ્સએપ અને ટેલિગ્રામ પર ગ્રૂપ્સ બનાવીને પ્રશ્ર્નપત્રો અને તેના જવાબો વહેંચ્યા હતા. આ પેપર લીક ક્યાંથી અને કેવી રીતે થયું તેના મૂળ સુધી પહોંચવા માટે એજન્સીઓ હવે આ ગ્રૂપ્સના સંચાલકો (એડમિન) અને તેમાં જોડાયેલા સભ્યોની ડિજિટલ વિગતોની ઊંડી તપાસ કરી રહી છે.
તપાસ દૃરમિયાન એક મોટી વિગત એ સામે આવી છે કે મુખ્ય આરોપી દિૃનેશ બિવાલના પરિવારના ચાર બાળકોએ ગયા વર્ષે જ દ્ગઈઈ્ની પરીક્ષા પાસ કરી હતી. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેમને એક મહિના પહેલા જ પેપર લીક થવાની જાણ થઈ ગઈ હતી, જેના આધારે તેઓએ પહેલેથી જ ગોઠવણ કરી રાખી હતી.
બીજી તરફ, પેપર લીકની ઘટનાને પગલે દૃેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે.
