મુંબઈ ખાતે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૬૨૩મી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો
ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કેન્દ્ર સરકારને આશરે ૨.૮૭ લાખ કરોડ રૂપિયાનો (ઇં૨,૮૬,૫૮૮.૪૬ઇં કરોડ) રેકોર્ડબ્રેક સરપ્લસ (ડિવિડન્ડ) ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દૃીધી છે. મુંબઈ ખાતે ગવર્નર સંજય મલ્હોત્રાના અધ્યક્ષપદૃ હેઠળ મળેલી આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૬૨૩મી બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં વૈશ્ર્વિક સ્તરે વેસ્ટ એશિયામાં કટોકટીના કારણે આર્થિક પડકારો ઉભા થયા છે. તેવામાં આરબીઆઈ તરફથી મળેલી આ માતબર રકમથી કેન્દ્ર સરકારને નાણાકીય ખાધ નિયંત્રણમાં રાખવામાં અને દૃેશના વિકાસ કાર્યોને વેગ આપવામાં મોટી મદૃદૃ મળશે.
આરબીઆઈએ જાહેર કરેલા આંકડા મુજબ, દૃેશની કેન્દ્રીય બેંકની નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ છે.
બેલેન્સ શીટ: ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ આરબીઆઈની બેલેન્સ શીટ ૨૦.૬૧ ટકાના વધારા સાથે ૯૧.૯૭ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
આવકમાં વધારો: બેંકની કુલ આવકમાં વાર્ષિક ધોરણે ૨૬.૪૨ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.
ચોખ્ખી આવક: જોખમ જોગવાઈઓ પહેલાં આરબીઆઈની ચોખ્ખી આવક ગયા વર્ષના ૩,૧૩,૪૫૫.૭૭ કરોડ રૂપિયાથી વધીને આ વર્ષે રૂપિયા ૩,૯૫,૯૭૨.૧૦ કરોડ થઈ છે. રિઝર્વ બેંકે માત્ર સરકારને જ નાણાં નથી આપ્યા, પરંતુ ભવિષ્યની આર્થિક કટોકટીનો સામનો કરવા માટે પોતાના આકસ્મિક જોખમ બફરને પણ મજબૂત રાખ્યું છે. આરબીઆઈએ પોતાની બેલેન્સ શીટના ૬.૫ ટકા રકમ બફર તરીકે જાળવી રાખી છે, જેના હેઠળ આ વર્ષે રૂપિયા ૧,૦૯,૩૭૯.૬૪ કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારે પોતાના બજેટ દૃસ્તાવેજોમાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દૃરમિયાન આરબીઆઈ, રાષ્ટ્રીયકૃત બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કુલ રૂપિયા ૩.૧૬ લાખ કરોડના ડિવિડન્ડની અપેક્ષા રાખી હતી. જેમાંથી િંસહફાળો એટલે કે રૂપિયા ૨.૮૭ લાખ કરોડ તો માત્ર આરબીઆઈ તરફથી જ મળી ગયા છે.
