જાુનના અંતે સેશેલ્સની મુલાકાતે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને ત્રણ દેશોના પ્રવાસે જશે. 6થી11 જુલાઈ દરમ્યાન ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. જે દરમ્યાન દ્વિપક્ષી સંબંધો અને ભાગીદારી મજબૂત કરવા વાટાઘાટો કરશે. મુળ ભારતીયોના કાર્યક્રમોમાં સામેલ થશે.
આ વિદેશ પ્રવાસનો ઉદેશ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની રાજનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા, વ્યાપાર-મૂડીરોકાણ વધારવા તથા ક્ષેત્રીય અને વૈશ્ર્વિક મુદ્દાઓ પર સંકલન વધારવાનો છે.
વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયામાં સમુદ્રી સહયોગ વધારવા પર ચર્ચા કરશે. ઓસ્ટ્રેલિયામાં સંરક્ષણ, ક્રિટીકલ મીનરલ્સ તથા આર્થિક વાટાઘાટો પર વાટાઘાટો કરશે. જયારે ન્યુઝીલેન્ડ પ્રવાસમાં વ્યાપાર અને શિક્ષણ પર જોર રહેશે. આ પુર્વે ચાલુ માસના અંતે હિન્દ મહાસાગરના દેશ સેશેલ્સનો પ્રવાસ પણ કરશે.
