નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલમાં અયોધ્યા રામ મંદિૃર પરિસર ક્ષેત્રમાં છે
રામ મંદિૃરમાં દૃાન ચોરીના ભારે હોબાળાની વચ્ચે સોમવારે, ૬ જુલાઈના રોજ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રસ્ટના પદૃાધિકારીઓએ ઐતિહાસિક નિર્ણય લેતા વર્તમાન મહાસચિવ ચંપત રાયના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દૃીધી છે. ચંપત રાયની વિદૃાય સાથે જ ટ્રસ્ટે સર્વસમ્મતિથી વિશ્ર્વ હિન્દૃુ પરિષદૃના આંતરરાષ્ટ્રીય મહાસચિવ અન્ો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બજરંગ લાલ બાગડાને રામ મંદિૃર ટ્રસ્ટના નવા મહાસચિવ બનાવ્યા છે. ત્ોઓ રાજસ્થાન સીકરથી આવે છે રામ મંદિૃર પરિસરમાંથી મળેલા ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, નવનિયુક્ત મહાસચિવ બજરંગ લાલ બાગડા હાલમાં અયોધ્યા રામ મંદિૃર પરિસર ક્ષેત્રમાં છે. જો કે, તેઓ રણનીતિક અને પ્રશાસનિક કારણોથી ડાયરેક્ટ ટ્રસ્ટની આ બેઠકમાં ભાગ નથી લઈ રહૃાા. કહેવાય છે કે ઔપચારિક પ્રક્રિયાઓ બાદૃ તેઓ જલદૃી પોતાનો નવો કાર્યભાર સંભાળી લેશે.
