દિૃલ્હી સરકારનો મોટો નિર્ણય
પેપર લીકના વિરોધમાં જંતર-મંતર ખાતે થયેલા પ્રદૃર્શન દૃરમિયાન નોંધાયેલા કેસોને લઈને દિૃલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે આ પ્રદૃર્શનમાં સામેલ થયેલા લોકો સામે કોઈપણ પ્રકારની પ્રતિકૂળ કાયદૃાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે, આ રાહત એવા લોકોને લાગુ નહીં પડે જેમનો પહેલાથી કોઈ ગુનાહિત ઈતિહાસ છે. આ મામલે સુપ્રીમ કોર્ટના નિર્દૃેશોનું પાલન કરવામાં આવશે.
દિૃલ્હી સરકારે જણાવ્યું છે કે જો પ્રદૃર્શન દૃરમિયાન કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય અથવા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોય તો તેના કેસોની સમીક્ષા કરવામાં આવશે. યોગ્ય પ્રક્રિયા બાદૃ તેમને ઝડપથી મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે પ્રદૃર્શનમાં સામેલ સામાન્ય લોકો સામે આગળ કોઈ નવી કાર્યવાહી કરવાનો તેનો ઈરાદૃો નથી અને આ કેસોને બંધ ગણવામાં આવશે.
આ દૃરમિયાન જંતર-મંતર ખાતે આ મુદ્દે યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિરોધ પ્રદૃર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પ્રદૃર્શનકારીઓને નિયંત્રિત કરવા માટે બેરિકેિંડગ કરી હતી.
