પેલેટ ગન ‘અસામાન્ય સંજોગોમાં વાપરવાનો અધિકાર:સુપ્રીમ

નીટ પેપર લીક અને ઈઉંઙના વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીનાં જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર કથિત રીતે કરવામાં આવેલાં પેલેટ ગનના ઉપયોગ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે આ પ્રદર્શન દરમિયાન તૈનાત રેપિડ એક્શન ફોર્સ (છઅઋ)નો ’અમ્યુનિશન લોગ’ (હથિયારનો રેકોર્ડ) સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કડક સૂચના આપી છે કે 20 જુલાઈની ઘટનામાં પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલાં તમામ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તાત્કાલિક ધોરણે શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવામાં આવે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ માટે જરૂરી એવા તમામ વાયરલેસ લોગ, સીસીટીવી ફુટેજ અને ગોળા-બારૂદના ઉપયોગના રેકોર્ડ સુરક્ષિત રાખવામાં આવશે.
દેશભરમાં મેટેલિક પેલેટ ગન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અરજદારોની માંગ પર સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી હતી. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇઙછઉ)ની માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતાં કોર્ટે જણાવ્યું કે, અસાધારણ કે કટોકટીની સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પેલેટ ગનનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આથી નિયમોને સત્તાવાર રીતે પડકાર્યા વિના તેનાં પર સીધો અને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો મુશ્કેલ છે.
જોકે, અદાલતે એ બાબત સ્પષ્ટ કરી છે કે તે 20 જુલાઈના રોજ જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલાં પેલેટ ગનના ઉપયોગની કાયદેસરતા અને યોગ્યતાની તપાસ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જો સુરક્ષા દળો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને કે પરિસ્થિતિના પ્રમાણ બહાર જઈને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, તો તે પાસાની ચોક્કસ ન્યાયિક તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય માહિતી આયુક્ત અને નિવૃત્ત ઈંઙજ અધિકારી યશોવર્ધન આઝાદ તથા ઈજાગ્રસ્ત પીડિતો દ્વારા આ જનહિત અરજી (ઙઈંક) દાખલ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ધાતુના પેલેટથી ગંભીર અને કાયમી ઈજાઓ થાય છે, જે નાગરિકોની ભીડને વિખેરવા માટે યોગ્ય નથી. અરજદારોએ પીડિતો માટે યોગ્ય વળતર, મફત સારવાર અને પુનર્વસનની પણ માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ